તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દુષ્કર્મનો વીડિયો વાયરલ કરનારી કોલકત્તાની યુવતીને પોલીસે ઝડપી

વડનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કોરોના રીપોર્ટ કરાવી રિમાન્ડની તજવીજ હાથ ધરી

વડનગરની યુવતીને પ્રસાદીના પેંડામાં કોઈ પદાર્થ ખવડાવી બેભાન કર્યા બાદ યુવકે દુષ્કર્મ આચરી ઉતારેલો વીડિયો વાયરલ કરનારી કોલકત્તાની પુતુલ ઉર્ફે ડોલીને પકડવા પોલીસે ટીમો બનાવી હતી.જેમાં વિસનગર અને વડનગર પોલીસે યુવતીને બે દિવસ અગાઉ કોલકત્તાથી ઝડપી કોરોના રિપોર્ટ કરાવી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.અગાઉ દુષ્કર્મ આચરનારા વડનગરના રાહુલ મોદીની ધરપકડ કરી હતી. વડનગરની યુવતી સાથે કાળાવાસુદેવના ચાચરે રહેતા રાહુલ ચીમનલાલ મોદીએ સંબંધો કેળવી મિત્રતા કરી હતી.

રાહુલે ત્રણ વર્ષ અગાઉ યુવતીને પ્રસાદીના પેંડામાં કોઈ પદાર્થ ભેળવી ખવડાવતાં બેભાન થયા બાદ દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. જે વાયરલ કરવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું. દરમિયાન આ યુવક સાથે મળેલી કોલકત્તાની યુવતી પુતુલ ઉર્ફે ડોલીએ વીડિયો વાયરલ કરી દીધો હતો.

આથી સમાજમાં બદનામી થતાં યુવતીનું જીવન બરબાદ કરનારા રાહુલ મોદી અને પુતુલ નામની યુવતી સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાહુલ મોદીની અગાઉ ધરપકડ કરી હતી.આ કેસમાં ફરાર પુતુલ ઉર્ફે ડોલીને પકડવા નાયબ પોલીસ અધિક્ષક આર.આર.આહીરના માર્ગદર્શન હેઠળ વિસનગર અને વડનગર પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી.જેમાં યુવતીને ટેટુલતલા કોલોની દક્ષિણાંચલ હનિમાન સુરાની,દુર્ગાપુર,કોકેવન બરધ્વાન અેન713215 પશ્ચિમ બંગાળથી ઝડપી વડનગર લવાઈ હતી.જ્યાં પોલીસ દ્વારા તેનો કોરોના રિપોર્ટ કરાવી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...