તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકેદારી:યુવાનો થકી સાયબરના ગુના રોકવા પોલીસનું અભિયાન

વડનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં સાયબરના ગુના બનતા રોકવા અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પોલીસ દ્વારા યુવાનોનું ગ્રૃપ બનાવાની કવાયત હાથ ધરી છે. ગૃપ થકી લોક ઉપયોગી માહિતી શેર કરવામાં આવશે. જેમાં વડનગર પોલીસ દ્વારા શહેર તેમજ તાલુકાના યુવાનોને સાયબર ક્રાઈમ ગૃપમાં સામેલ કરવા શરૂઆત કરી છે.

પોલીસ હેડક્વાર્ટર ખાતે તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમના 25 પૈકી 8 ગુના ઉકેલી દેવાયા છે.ત્યારે સાયબરના ગુનાઓ રોકવા પોલીસે યુવાનોની મદદથી લીધી છે.જેમાં પોલીસ દ્વારા જાગૃત યુવાનોનું ગ્રૃપ બનાવવાની શરૂઆત કરી દીધી છે.વડનગર પીએસઆઈ જે.ડી. પંડ્યાએ જણાવ્યું હતુ કે જિલ્લા પોલીસ વડા ર્ડા. પાર્થરાજ ગોહિલના સુચના હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં ફ્રોડના બનાવો અટકાવવા તેમજ લોકો આવા ફ્રોડ લોકોથી માહિતગાર થાય તે માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...