અભિયાન:કોરોનાથી ડરી ગયેલાં એકાકી વૃદ્ધોની હિંમત વધારવા પોલીસનું અભિયાન

વડનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગરમાં રહેતાં સિનિયર સિટીઝનોની પોલીસ જરૂરિયાત પૂરી કરશે
  • અપનાપન યોજનામાં નોંધાયેલા 57 વડીલોની મુલાકાત લેવાનું શરૂ

વડનગરમાં રહેતા સિનિયર સિટીઝનોની પોલીસે મુલાકાત કરી તેમની તકલીફોને વાચા આપવા અભિયાન હાથ ધર્યું છે. નમન આદર સાથે અપનાપન યોજના અંતર્ગત નોંધાયેલા સિનિયર સિટીઝનોની પોલીસે બે દિવસથી મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. શહેરના 57 લોકોની મુલાકાત લેવામાં આવશે તેમ પીએસઆઈ જે.ડી. પંડ્યાએ જણાવ્યું હતું.

વડનગરમાં રહેતા સિનિયર સિટીઝનોમાં કોરોનાકાળમાં ડરનો માહોલ ઊભો થયો છે. બહાર ન નીકળી શકતાં દવા, કરિયાણું સહિતની જરૂરિયાતો પૂરી કરવા મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આવા લોકોની તકલીફોનું નિવારણ કરવા અને મદદરૂપ બનવા પોલીસે કામગીરી હાથ ધરી છે.

પીએસઆઈ જે.ડી. પંડ્યાએ જણાવ્યું કે, શહેરમાં રહેતા અને એકલવાયું જીવતા લોકોને પોતાપણું લાગે તે માટે નમન આદર સાથે અપનાપન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન થયેલા વડીલોની મુલાકાત લેવાય છે. મહામારી અંતર્ગત તકલીફ ન પડે અને ડર મહેસુસ ન કરે તે માટે તેમની મુલાકાત લઇએ છીએ. એ લોકોને તકલીફ હોય તો અમારો સંપર્ક કરે એવી જાણકારી આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...