વડનગર તાલુકામાં 50 ટકાથી ઓછી જમીન મહેસુલ વસુલાત કરનારા 29 ગ્રામ પંચાયતના 17 તલાટીઓને ટીડીઓએ નોટિસ ફટકારી છે. તલાટીઓને 31 મે સુધીમાં 80 ટકા વસુલાત કરવા તાકીદ કરી છે. જો વસુલાત નહીં કરે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
તાલુકાની 29 પંચાયતોના તલાટીઓ દ્વારા જમીન મહેસુલ વસુલાતની નબળી કામગીરી મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ આપી 80 ટકા વસુલાત કરવા તાકીદ કરી છે. કેટલીક પંચાયતોના તલાટીઓએ 2.24 ટકા જેટલી વસુલાત કરી છે. દર ગુરુવારે યોજાતી મિટિંગમાં પણ સૂચનાઓ આપવા છતાં વસુલાત કામગીરીમાં સુધારો ન આવતાં છેવટે ટીડીઓએ નોટિસ આપવાની શરૂ કરી છે.
સબલપુર, રાજપુર, ઉણાદ, સુલતાનપુર, ખતોડા, ત્રાંસવાડ, શેખપુર (વડ), આનંદપુરા, વલાસણા, મઢાસણા, છાબલિયા, મોલીપુર, ઉંઢાઈ, કરબટિયા, શાહપુર, બાદરપુર, ચાંપા, ડાબુ, આસ્પા, કમાલપુર, પીંપળદર, કહીપુર, શોભાસણ, સિપોર, સુંઢિયા, મલેકપુર, કેસીમ્પા અને શેખપુર (ખે), જાસ્કા ગ્રામ પંચાયતમાં જમીન મહેસુલની 50 ટકાથી ઓછી વસુલાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.