દુઃખદ:વડનગર ડેપોના એક કર્મીનું મ્યુકર માઈકોસિસ,બીજાનું કોરોનાથી મોત

વડનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ડ્રાઈવરના મોતથી એસટી કર્મીઓમાં શોક
  • ખારીધારીયાલના વ્યક્તિનુ પણ ફંગસથી મોત

વડનગર એસટી ડેપોમાં ડ્રાઈવર વિનુજી ઠાકોર મ્યુકર માઈકોસિસની ઝપટમાં આવી જતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબિયત વધુ બગડતાં 23 મેના રોજ અવસાન થયું હતું. જ્યારે ડ્રાઈવર મહેન્દ્રભાઈ ચૌધરીને કોરોના થતાં વસંતપ્રભા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન સાજા થતાં રજા પણ અપાઇ હતી. પરંતુ ત્યાર બાદ અચાનક તબિયત બગડતાં તેમનું મોત થયું હતું. બંને એસટી કર્મીના મોતને લઈ અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે.

અત્યાર સુધીમાં વડનગર ડેપોના 17 જેટલા કર્મચારીઓ સંક્રમિત થઈ સાજા થતાં પુન: ફરજ પર આવી ગયા છે. ધારપુરમાં કોરોનાની સારવાર દરમિયાન ફેફસાંમાં ફંગસ થતાં ખારીઘારીયાલના પુરુષનું મોત થયુ હતુ. જ્યારે રાધનપુરના સરકારપુરાના 48 વર્ષના દર્દીને ફંગસનું નિદાન થયું હતું તેમને ડાયગ્નોસિસ બાદ મહેસાણા હોસ્પિટલમાં લઈ જતાં ચાર દાંત અને પેઢાનો ભાગ કાઢવો પડ્યો હતો

અન્ય સમાચારો પણ છે...