વડનગર પાલિકાનાં ભાજપનાં ગુમ થયેલાં પૂર્વ નગરસેવિકા રીન્કુબેન પટેલ અને તેમનાં બે સંતાનોને પોલીસે કલોલથી શોધી કાઢ્યાં છે. પારિવારિક તકરારના લીધે કંટાળી કલોલ સંબંધીને ત્યાં જતાં રહ્યાં હતાં. પોલીસે ત્રણેયને પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી છે.
વડનગરના રણછોડરાય મંદિર પાસે સુથારવાડામાં રહેતાં અને ઠગાઈને લઈ સસ્પેન્ડ થયેલાં ભાજપનાં પૂર્વ નગરસેવિકા રીન્કુબેન પટેલ પતિ સાથે અવાર નવાર થતી તકરારથી કંટાળી તેમની દીકરી હેન્સી ઉર્ફે કાવ્યા અને દીકરા પંથ સાથે 2જી ઓગસ્ટે ઘરેથી નીકળી ગયા હતા. ગુમ થયાની જાણ નગરસેવિકાના પતિ ભરતકુમાર સોમાલાલ પટેલે વડનગર પોલીસને કરી હતી. દરમિયાન પીએસઆઈ કે.એન. વાઝાએ કલોલથી શોધી કાઢી પૂછપરછ કરતાં ઘરમાં થતાં પારિવારિક ઝઘડાથી કંટાળી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.