તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભયનો માહોલ:સુલતાનપુરમાં દીપડાને પકડવા આજે મહેસાણાની ટીમ સીમાડાઓ ખુંદશે

વડનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વનવિભાગે રાત્રે બહાર ન નીકળવા લોકોને સુચના આપી,ત્રણ મહિનાથી સીમમાં ફરતા દીપડાને લઈ લોકોમાં ભયનો માહોલ

વડનગર તાલુકાના સુલતાનપુર ગામે ત્રણ મહિનાથી હાહાકાર મચાવનારા દીપડાને પકડવા શુક્રવારે મહેસાણા અને વડનગરની ટીમ સુલતાનપુર,સરણા સહિત વિસ્તારના સીમાડા ખુંદશે.જોકે આ વિસ્તાર ઝાડી ઝાંખરાથી ગીચ હોઈ દીપડો પકડવો મુશ્કેલ છે.દીપડો ન પકડાતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.બીજી બાજુ વનવિભાગે લોકોને રાત્રે આ વિસ્તારમાં બહાર ન નીકળવા તેમજ ઢોર ઢાંખરની સાથે ન સુુવા તાકીદ કરી છે.

સુલતાનપુરમાં હિમાલયા કંપની નજીક,સરણા,રેડલક્ષ્મીપુરા સહિત વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડો ફરતો હોઇ લોકો ફફડી રહ્યા છે.ગત શુક્રવારે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. બીજી બાજુ વનવિભાગ દિવસ અને રાત એક કરી દીપડાને પકડવા મથી રહ્યો છે.પાંજરાં ગોઠવવા છતાં દીપડો હાથ ન લાગતાં લોકોમાં ડરનો માહોલ યથાવત રહ્યો છે.ત્યારે શુક્રવારે વડનગર વનવિભાગની સાથે મહેસાણાની ટીમ આ વિસ્તારની મુલાકાત લઈ દીપડાને પકડવા સીમાડા ખુંદશે.

આ અંગેવડનગર આરએફઓ ભારતીબેને જણાવ્યું હતુ કે પગના નિશાન પરથી દીપડી હોવાનું સ્પષ્ટ થાય છે.જોકે આ દીપડી સાથે બચ્ચું હોવાની શક્યતા હોઈ તેને પકડવું સહેલું નથી.બે જગ્યાએ પાંજરું પણ ગોઠવાયું છે.પાંજરા પાસે આવે છે.પણ સાથે બચ્ચું હોય આ જાનવર પાંજરામાં આવે તેવી ઓછી શક્યતા છે.જોકે બચ્ચાના કારણે કોઈ સતાવે તો તે હિંસક પણ બની શકે છે.આજે આ પ્રાણીને પકડવા મહેસાણાથી ખાસ ટીમ આવશે.દીપડાને પકડવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો