તંત્ર નિદ્રાંધિન:વડનગરમાં માર્કેટયાર્ડનું દશેરાએ પણ ખાતમુહૂર્ત ન થયું,કામ ઘોંચમાં

વડનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વર્ષો અગાઉ આવકોથી ધમધમતું માર્કેટાયાર્ડ હાલ વેરાન પડ્યું છે. - Divya Bhaskar
વર્ષો અગાઉ આવકોથી ધમધમતું માર્કેટાયાર્ડ હાલ વેરાન પડ્યું છે.
  • પૂર્વ સીએમએ 8 ઓક્ટોબર 2017એ જાહેરાત કર્યા બાદ પણ કોઈ ઠેકાણાં નથી
  • ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને વેપારીઓ સાથે બેઠક યોજાઈ છતાં કામગીરી ન થઈ શકી

એક સમયે વડનગરનું માર્કેટયાર્ડ ખેતપેદાશોની આવકથી ધમધમતું હતું પણ સમય જતાં બંધ થઈ ગયું હતું. 8 ઓક્ટોબર 2017માં વડાપ્રધાનના સન્માન સમારોહમાં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માર્કેટયાર્ડ બનાવવાની જાહેરાત કરી નાખી હતી. જમીનની એનએની દરખાસ્ત મંજૂર થતાં હવે માર્કેટયાર્ડ બનવાની આશા ફરી જાગી હતી. જે અંતર્ગત માર્કેટાયાર્ડના વહીવટદાર તેમજ ધારાસભ્યની હાજરીમાં બે મહિના અગાઉ પાલિકામાં વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં સંભવત દશેરાએ ખાતમુહૂર્ત કરવાની જાહેરાત પણ કરાઈ હતી.છતાં હજુ સુઁધી એક ઈંટ પણ મુકાઈ નથી.

વડનગરમાં એપીએમસી ચાલુ થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય તેમજ અગ્રણીઓ અને વેપારીઓએ પ્રયત્નો કર્યા હતા. જોકે જૂના માર્કેટયાર્ડની જમીન એનએ ન થતાં અહીં એપીએમસી બનાવવામાં અવરોધ આવતો હતો. જોકે, આ પ્રશ્ન હલ થતાં હવે અહીં જ માર્કેટયાર્ડ બનાવવા મંજૂરી મળતાં તંત્ર દ્વારા ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ચાર ચાર વર્ષ વિતવા છતાં માર્કેટયાર્ડનું કામ આગળ વધતું નથી.જેને લઈ વેપારીઓ તેમજ લોકોમાં રોષ ફેલાયો છે.

મુખ્યમંત્રીને રજૂઆત કરાશે
આ અંગે વડનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જે. અેલ.પટેલે જણાવ્યું હતુ.કે આ મુદ્દે માર્કેટયાર્ડનું કામ સત્વરે થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરાશે

દરખાસ્ત મોકલાઈ છે: જિલ્લા રજિસ્ટ્રાર
આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર નિમેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે નેળિયાનો પ્રશ્ન હોઈ આ કામ અટકેલું છે.વચ્ચે નેળિયું આવતું હોઈ પ્લાન મંજૂર ન થઈ શકે.આ માટે સરકાર જ નિર્ણય કરી શકે.દરખાસ્ત સરકારમાં મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...