ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક પૌરાણિક નગર:ભગવાન સ્વામિનારાયણે બે મહિના સુધી વડનગરના નાગધરા પર લીલા બતાવેલી

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક પૌરાણિક નગર વડનગર શહેર. ગુજરાતના પ્રવેશદ્વાર સમા કીર્તિતોરણ, શર્મિષ્ઠા સરોવર, પશ્ચિમ મહેતાની વાવ, ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય 175 વર્ષ જૂનું મંદિર, સોલંકીકાળનું નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ દેવાધિદેવ હાટકેશ્વર દાદાનું શિલ્પ સ્થાપત્યથી ભરપૂર ભવ્ય મંદિર, ભવ્ય ઇતિહાસ અને વારસાના સાક્ષી 6 દરવાજા આજે પણ ભવ્યતાના પ્રતિક સમા ઊભા છે. તાજેતરમાં થયેલા પુરાતત્વીય ઉત્ખનન દ્વારા બૌદ્ધકાળના, મૌર્યકાળના, ક્ષત્રપકાળના, સોલંકીયુગના અવશેષો મળી આવ્યાં છે.

આ નગર એ બાબતે નસીબદાર છે કે, આ નગરે ભારત વર્ષને શ્રેષ્ઠ શિલ્પકારો, સાહિત્યકારો અને સંગીતના સાધનોની હારમાળા રચી છે. બૌદ્ધકાળમાં ચીની યાત્રી ફાહીયાને વડનગરની ભવ્યતાથી આકર્ષાઈ શહેરની મુલાકાત લીધી એમની નોંધ મુજબ વડનગર 40 લી.માં પથરાયેલ હતું અને શહેરમાં 10 બૌદ્ધ મઠો હતા. જેમાં 1000 જેટલા બૌદ્ધ સાધુ-સાધ્વીઓ નિવાસ કરતા હતા.

આ સમયમાં વડનગર વ્યાપાર અને શિક્ષણનું કેન્દ્ર હતું. વીર સિસોદિયા વંશના બાપા રાવલનો ઉછેર વડનગરમાં નાગર બ્રાહ્મણના ત્યાં થયો હતો. સેંકડો મંદિરના ઘંટારવથી રણકતું શહેર અધ્યાત્મના શિખર પર લઈ જાય છે. મહાન યાજ્ઞવલ્ક્ય ઋષિનું જન્મ સ્થળ, અગસ્ત્ય મુનિની તપસ્થલી અને આ નગરના જાજરમાન ઘરેણું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડનગરની ધરતી જ આપી શકે.

લોકો વડનગરને ગુજરાતની કાશી અને ઉજ્જૈન તરીકે પણ ઓળખે છે. ભગવાન સ્વામિનારાયણે બે મહિના સુધી વડનગરના નાગધરા અને વિસનગરના પિંડારિયા સરોવર પર લીલાઓ બતાવી હતી. સ્વામિનારાયણ ભગવાનની ચરજરજથી પાવન થયેલું આ નગર છે. સંવત 2001 પછી દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈની આગવી કુનેહથી વડનગરની કાયાપલટ થઇ છે. મહંત શાસ્ત્રી શ્રી નારાયણ વલ્લભદાસ વડનગર સ્વામિનારાયણ મંદિર

અન્ય સમાચારો પણ છે...