તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હર હર મહાદેવ:વડનગર હાટકેશ્વર મંદિરે લઘુરુદ્ર, ધ્વજારોહણ કરાયું

વડનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડનગર હાટકેશ્વર મંદિરે સોમવતી અમાસ અને શ્રાવણના છેલ્લા સોમવારે ભકતો ઊમટ્યા હતા. - Divya Bhaskar
વડનગર હાટકેશ્વર મંદિરે સોમવતી અમાસ અને શ્રાવણના છેલ્લા સોમવારે ભકતો ઊમટ્યા હતા.
  • દૂર દૂરથી નાગર બ્રાહ્મણો પણ ઈષ્ટદેવના દર્શન કરવા આવ્યા

વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસ અને શ્રાવણના છેલ્લા સોમવારના સમન્વયને લઈ વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઊમટી પડ્યા હતા. લઘુ હોમાત્મક યજ્ઞ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બહેનોએ પીંપળાની પૂજા અને પ્રદક્ષિણા કરી હતી. ઉપરાંત જલાભિષેક, દુગ્ધાભિષેકથી પંડિતો દ્વારા ભગવાન હાટકેશની પૂજા કરાઇ હતી. દૂર દૂરથી નાગર બ્રાહ્મણો પણ ઈષ્ટદેવના દર્શન કરવા આવ્યા હતા.

આ પ્રસંગે સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનિલભાઇ મહેતા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભગવાન હાટકેશદાદાને શૃંગાર કરાયો હતો. વરસાદી માહોલ વચ્ચે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા હતા. વરસાદના કારણે સાંજના કાર્યક્રમ મોકૂફ રખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...