તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:વડનગરના શોભાસણમાં પત્નીની હત્યા પતિએ જ કરી હોવાનું ખૂલ્યું

વડનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવાર થયેલી હત્યાનો ભેદ રવિવારે ઉકેલાયો| દારૂડિયો પતિ પત્નીના માથામાં હથિયારના ઘા મારી રાજસ્થાન ભાગી ગયો

વડનગર તાલુકાના શોભાસણ ગામની સીમમાં શુક્રવારે રાત્રે થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો. દારૂડિયો પતિ પત્નીને માથામાં હથિયારના ઘા મારી વતન રાજસ્થાન ભાગી જતાં તેને પકડવા તજવીજ હાથ ધરી છે. શોભાસણ ગામની સીમમાં રાજસ્થાનની મહિલા રશ્મિબેન નવુભાઈ કથોડી પતિ સાથે રહી મજૂરી કરી જીવન ગુજારતી હતી. શુક્રવારે રાત્રે આ મહિલાની તેના છાપરામાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં પીએસઆઈ ડી.એન.વાઝાએ તપાસ હાથ ધરી હતી.

જેમાં હત્યા બાદ પતિ હાજર ન હોઈ પહેલેથી જ તેની પર શંકા હતી.પતિ નવુભાઈ કથોડીને દારૂની લત હોઈ વારંવાર ઝઘડા કરતો હતો.પત્નીની હત્યા કરી તે ફરાર થઈ ગયો હતો.પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે હત્યારો નવુભાઈ કથોડી હત્યા કરી સુંદરપુર જવું છું અહીં મજુરી મળતી નથી તેમ કહી ફરાર થઈ ગયો હતો.

આ દરમિયાન મોહનભાઈ બાબુભાઈ કથોડીએ જણાવ્યું કે નવલો સુંદરપુર ગામે મને મળ્યો હતો ત્યારે કહેતા હતો કે મારી પત્નીને મેં મારી નાખી છે.તેની લાશ શોભાસણ ગામની સીમમાં પડી છે.જ્યાં તેના સંબંધીઓ તેમજ આજુબાજુના લોકોએ તપાસ કરતાં મહિલાની લોહી નીતરતી લાશ જોવા મળતાં પોલીસને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...