લોકોમાં ફફડાટ:વડનગરની લબ્ધિનગર સોસાયટીમાં ફરીથી ચડ્ડી બનિયાનધારી ત્રાટકતાં લોકોમાં ફફડાટ

વડનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોમગાર્ડ અને રહીશોએ ચોરોને પડકારતાં મૂઠ્ઠી વાળી નાઠા
  • ચોરીઓ અટકાવવા સોસાયટીના રહીશો દ્વારા પોલીસને રજૂઆત કરાઇ

વડનગર પોલિટેકનિક રોડ પર આવેલી લબ્ધિનગરમાં 15 દિવસ અગાઉ ખેરાલુ ટીડીઓના મકાનને નિશાન બનાવી 4.56 લાખની ચોરી કર્યા બાદ ફરી શનિવાર મધરાતે ચડ્ડી બનિયાનધારી ત્રાટકી હતી. આશરે 25 થી 30 વર્ષિય બે યુવાનો ચોરી કરવાનો પ્રયાસ કરતા હતા ત્યાં ફરજ પર હાજર હોમગાર્ડ જવાન અને રહીશો જાગી જતાં તેમને પડકારતાં ભાગી ગયા હતા. બીજી બાજુ ચોરીઓ અટકાવવા રહીશો દ્વારા પોલીસને રજૂઆત કરી હતી.

વડનગર લબ્ધિનગરમાં વધી રહેલી ચોરીઓના બનાવને લઈ રહીશોમાં ફફડાટ ફેલાયો છે.15 દિવસ અગાઉ ટીડીઓના મકાનમાં થયેલી 4.56 લાખની ચોરી બાદ શનિવારે મધરાતે ફરી ચોરોએ આ સોસાયટીને નિશાન બનાવી હતી.જ્યાં એક મકાનનો નકુચો તોડી ચોરીનો પ્રયાસ કરવા જતાં અવાજ થતાં અહીં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ બૂમાબૂમ કરતાં રહીશો પણ જાગી જતાં તસ્કરોને પડકારતાં ભાગી ગયા હતા.બીજી બાજુ ચોરીના બનાવો અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા તેમજ સુરક્ષા વધારવા રહીશો દ્વારા પોલીસને રજૂઆત કરી હતી.જેમાં પી.આઈ.એ બંદોબસ્ત વધારી ચોરીના બનાવો અટકાવવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...