તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધારપટ:વડનગરમાં બંધ એલઇડી ચાલુ નહીં કરાતાં સભ્યોએ એજન્સીના પ્રતિનિધિને ખખડાવ્યો

વડનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ 410 જેટલી એલઇડી બંધ હોઇ શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ

વડનગરમાં એલઈડી લાઇટો નાખ્યા પછી એક પછી એક બંધ થઈ જતાં હાલમાં 410 જેટલી એલઇડી બંધ હોઇ શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે.ે પાલિકાએ એજન્સી સાથે સોમવારે યોજેલી બેઠકમાં એજન્સીના પ્રતિનિધિને સદસ્યોએ આડે હાથ લેતાં તેણે 10 દિવસમાં મરામત કરવાની ખાતરી આપી હતી.

વડનગરમાં બે વર્ષ અગાઉ સરકાર દ્વારા EESL એજન્સી મારફત 2793 એલઈડી નખાઇ હતી. આ લાઈટો એક પછી એક બંધ થતાં આજે વિવિધ વિસ્તારોમાં 410 જેટલી લાઈટો બંધ છે. નગરજનોએ પાલિકામાં રજૂઆતો કરતાં પદાધિકારીઓએ એજન્સીને વારંવાર સૂચના આપવા છતાં કોઈ કાર્યવાહી કરાતી ન હતી. ચાર દિવસ અગાઉ પાલિકા દ્વારા ઠરાવ કરી EESL એજન્સીને જાણ કરી સોમવારે બપોરે બેઠક યોજી હતી. જેમાં રોષે ભરાયેલા નગરસેવકોએ હાજર એજન્સીના કર્મચારીને આડે હાથે લઈ હોબાળો મચાવ્યો હતો.બેઠક દરમિયાન એજન્સીનો પ્રતિનિધિ ઉપપ્રમુખ કાનાજી ઠાકોરની ખુરશીમાં બેસી જતાં તેમને બીજી ખુરશીમાં બેસવું પડ્યું હતો. બેઠક બાદ ઉપપ્રમુખે બળાપો કાઢ્યો હતો. પાલિકામાં પ્રમુખની જગ્યાએપતિ હાજર રહેતા હોવાની નગરસેવક ગીરીશભાઈ પટેલે ઉપપ્રમુખને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...