માનવતા:વડનગરમાં ભૂલા પડેલા બાયડના વ્યક્તિનું પરિવાર સાથે મિલન થયું

વડનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર સમાજના યુવાનોએ આશરો આપી દાઢી,સ્નાન કરાવી કપડાં પહેરાવ્યા

વડનગરમાં ભટકતા બાયડ તાલુકાના બીબીનીવાવ ગામના આધેડને ઠાકોર સમાજના યુવાનોએ આશરો આપી દાઢી કરાવી, સ્નાન કરાવી કપડાં આપી તેમને પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. પરિવારે પણ યુવાનોનો આભાર માન્યો હતો.

બાયડ તાલુકાના બીબીનીવાવ ગામના પ્રતાપજી જેસંગજી એક મહિનો અગાઉ ઘરેથી નીકળી ગયા હતા.જે ફરતા ફરતા વડનગરમાં આવી જતાં આમતેમ ભટકતા હતા.જોક ઠાકોર સમાજના કેટલાક સેવાભાવી યુવાનોની નજર આધેડ પર પડતાં તેઓએ પુછપરછ કરી તેમના પરિવારની માહિતી મેળવી હતી.યુવાનોને લગરવગર ફરતા આધેડને આશરો આપી દાઢી, સ્નાન કરાવી સહિ સલામત તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. આથી પરિવારે પણ તેમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...