ઐતિહાસિક નગરી વડનગરમાં હાલ કરોડના ખર્ચે વિકાસના કામો થઇ રહ્યા છે પણ આ કામો કર્યા પછી તેમની જાળવણીના અભાવે આ વરસા મરણપથારીએ પડ્યા છે.શર્મિષ્ઠા બેટ પર કરોડોના ખર્ચે બનેલ ઓપનએર થિયેટર પાસે ઘાસ ઊગી નીકળ્યું છે. તેના બારી બારણાંના કાચ તૂટી ગયા છે.તેમજ બારણાં પર ઊધઈ પણ આવી ગઈ છે.પાણી વિના ઝાડ પર સુકાઈ ગયા છે.
અહીં દેખરેખવાળુ કોઈ નથી.અને જે લોકો છે. તે પણ વેઠ વાળી રહ્યા છે. શર્મિષ્ઠા તળાવની બાજુમાં બનાવેલ પાસે બેટ પર મસમોટુ ગાબડું પડી ગયું છે.જો કોઈ પ્રવાસી કે પિકનિક મનાવતાં આવતા બાળકો અહીંથી પસાર થાય તો આ જોખમી સાબિત થાય તેવું છે.
રજૂઆતો કાને ધરાતી નથી
વડનગરમાં ટુરિઝમ વિભાગ દ્વારા થઇ રહેલા કામોમાં પણ વેઠ ઉતારી રહી હોવાના આક્ષેપો અગાઉ પણ થઇ ચુક્યા છે.ઐતિહાસિક દરવાજાના રિનોવેશન દરમિયાન હલકીકક્ષાના પથ્થર નાખ્યા બાદ ઉચકક્ષાએ રજૂઆત થતાં પથ્થર ઉતારી લેવાયા હતા.આ ઉપરાંત ઘાંસકોળ નજીક હલકીકક્ષાની દીવાલ બનાવ્યા બાદ બે વાર તૂટી જતાં ફરીથી બનાવાઈ હતી.જેમાં એક ઊંટ પણ મરી ગયું હતુ. આ બાબતે રજૂઆત કરનારની રજૂઆત સાંભળવામાં આવતી નથી.અગાઉ ઊંઝાના ધારાસભ્યએ પણ વડનગરમાં થઈ રહેલા કામોની તપાસ કરવા લેખીતમાં પણ રજૂઆત કરી હતી.
અધિકારીઓ પદાધિકારીઓ લોકાર્પણ કર્યા પછી જોતાં પણ નથી કે વડનગરમાં શું થઈ રહ્યું છે. હાલમાં અહીં મુકવામાં આવેલા એક અધિકારી સામે પણ લોકોમાં નારાજગી ઉઠી છે. આ બાબતે નાગરીકોના અભિપ્રાય લેવાય તો જ સાચી હકીકત બહાર આવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.