તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:લાઇટ મામલે વડનગર વીજકચેરીમાં ઘૂસી 4 શખ્સોનો બે કર્મી પર હુમલો

વડનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડનગર તાલુકાના ઉણાદ ગામના ચાર શખ્સોએ લાઈટ મામલે ગુરુવારે રાત્રે ખાનપુર વીજ કચેરીની ઓફિસમાં ઘૂસી બે વીજકર્મી પર હુમલો કર્યો હતો. બંને કર્મીઓને સારવાર અર્થે વડનગર સિવિલમાં ખસેડાયા બાદ 4 શખ્સો સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઉણાદ ગામના ચૌધરી પ્રવિણભાઈ રેવાભાઇએ ગુરુવારે રાત્રે ગામમાં લાઈટો બંધ થતાં વડનગરની ખાનપુર વીજ કચેરીની ઓફિસમાં ફોન કરી વીજકર્મી પોપટભાઈ ડામોરને લાઈટો કેમ બંધ કરો છો તેમ કહી ગાળો બોલતાં તેમણે વડનગરથી સ્ટાફ આવ્યા બાદ લાઈટો ચાલુ કરી દઈશું તેમ કહેતાં આ શખ્સે અપશબ્દો બોલી હું આવું છું તેમ કહી પ્રવીણ બીજા ત્રણ શખ્સોને લઈ રાત્રે ખાનપુર ઓફિસમાં ઘૂસી ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પોપટભાઈ ડામોર અને ગુલામઅલી પર હુમલો કર્યો હતો અને હવે લાઈટો બંધ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા. આ બનાવ અંગે હુમલો કરનાર પ્રવીણ ચૌધરી તેમજ અજાણ્યા ત્રણ શખ્સો સામે વડનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...