તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મલેકપુર ગામે સરપંચને મારમારી ઉપસરપંચના પુત્રએ ધમકી આપી

વડનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • વિકાસ ન કરી શકે તો સરપંચપણું છોડી દે કહી અપશબ્દો બોલ્યા

વડનગર તાલુકાના મલેકપુરમાં બે દિવસ અગાઉ થયેલી જૂથ અથડામણ બાદ ફરી ગામના સરપંચ દિવ્યાંગભાઈ પર ઉપસરપંચના પુત્રએ હુમલો કરી વિકાસ ન કરી શકતો હોય તો સરપંચપદ છોડી દેવા ધમકી આપતાં સરપંચે હુમલો કરનાર મહિલા ઉપસરપંચના પુત્ર અશોકભાઈ પટેલ સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મલેકપુરના સરપંચ દિવ્યાંગભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓને 29 માર્ચના રોજ મહિલા ઉપસરપંચના પુત્ર અશોકભાઈ રામાભાઈ પટેલે ગામના પ્રશ્નો મુદ્દે ગામ ભેગું કરવા કહેતાં સરપંચે તમારે ગામ ભેગું કરવું હોય તો કરો તેમ કહેતાં 30 માર્ચના રોજ સાંજે આઠ વાગે ગામ ભેગું થયેલું અને ગામમાં બનતા મારામારી તેમજ દારૂબંધી સહીત મુદ્દે ચર્ચા થઈ હતી.તે મુદ્દે કેટલાકે કહ્યું કે ગામ કેમ ભેગું કર્યું હતુ.તો સરપંચે કહેલ કે મેં ગામ ભેગું કર્યું નથી.અશોકભાઈએ ભેગું કર્યું છે.

આ દરમિયાન 31 માર્ચના રોજ સવારે આઠ વાગ્યા તેમના મોટાબાપાના દીકરા રવિભાઇ રાઠોડ સાથે રામજી મંદિરે આવતા હતા તે વખતે મને ગ્રામસભામાં કેમ જુઠ્ઠો પાડ્યો તેમ કહી ગ્રામસભા તે બોલાવી હતી તેમ કહી ફેંટ પકડી લાફો મારી ગડદાપાટુનો મારમારતાં સરપંચે અશોકભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

સભામાં દારૂબંધી સહિત મુદ્દે ચર્ચા થઈ હતી
મલેકપુરમાં અવારનવાર થતા મારામારીના બનાવો રોકવા 30 માર્ચના રોજ ગામમાં સભા મળી હતી.જેમાં ગામમાં દારૂબંધી સહિત મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.આ મુદ્દાનો નિવેડો ન આવતાં સરપંચ અને ઉપસરપંચના પુત્ર વચ્ચે માથાકૂટ થઈ હતી.આ મુદ્દાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો