તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:વડનગર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 46 ઉમેદવારો વચ્ચે જંગ

વડનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુંઢિયા બેઠક પરથી અપક્ષના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

વડનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે માત્ર સુંઢિયા બેઠક પરથી અપક્ષના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં 18 બેઠકો માટે 46 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.18 બેઠકો પૈકી નવ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે જ્યારે બીજી નવ બેઠકો પર ત્રિપાંખીયો જંગ ખેલાશે.ફોર્મ ચકાસવાના તેમજ ફોર્મ પર ખેંચવાના અંતિમ દિવસે 47 ફોર્મ માન્ય રહ્યા હતા જેમાં 1 પરત ખેંચાયું હતુ.સુંઢિયા બેઠક પરથી અપક્ષના ઉમેદવા ગીતાબેન શૈલેષજી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું હતુ.

9 બેઠકો પર ત્રિપાંખીયો જંગ
મંગળવારે સુંઢિયા બેઠક પરથી સુંઢિયા બેઠક પરથી અપક્ષના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેચતાં હવે નવ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. જ્યારે બીજી નવ બેઠકો પર ભાજપ,કોંગ્રેસ,આપ અને અપક્ષ વચ્ચે મુકાબલો થશે.

6 બેઠકો પર આપ અને 4 બેઠકો પર અપક્ષ ચૂંટણી લડશે
વડનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે આપ પક્ષે પણ જંપલાવ્યું છે.જેમાં 6 બેઠકો છાબલિયા -1, કહીપુર, સુલતાનપુર, ઉણાદ, કેસીમ્પા અને મોલીપુર , પરની બેઠકો પરથી આપના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.જ્યારે ચાર બેઠકો કરબટિયા, સુલતાનપુર, જાસ્કા, મલેકપુર પરથી અપક્ષ ઉમેદવાર

કઇ બેઠક પર કેટલા ઉમેદવાર
1.બાદરપુર : ભાજપ, કોંગ્રેસ
2.છાબલિયા -1 : ભાજપ,કોંગ્રેસ ,આપ
3.છાબલિયા-2 ભાજપ,કોંગ્રેસ
4.કહીપુર: ભાજપ,કોંગ્રેસ,આપ
5.કરબટિયા: ભાજપ,કોંગ્રેસ,અપક્ષ
6.શાહપુર: ભાજપ,કોંગ્રેસ
7.સિપોર-1: ભાજપ,કોગ્રેસ
8.સિપોર-2: ભાજપ,કોંગ્રેસ
9.સુલતાનપુર: ભાજપ,કોંગ્રેસ,આપ,અપક્ષ
10.ઉણાદ: ભાજપ,કોંગ્રેસ,આપ
11.ઊંડણી: ભાજપ,કોંગ્રેસ
12.વલાસણા: ભાજપ,કોંગ્રેસ
13.સુંઢિયા-1 :ભાજપ,કોંગ્રેસ
14.સુંઢિયા-2 :ભાજપ,કોંગ્રેસ
15.જાસ્કા: ભાજપ,કોંગ્રેસ,અપક્ષ
16.કેસીમ્પા: ભાજપ,કોંગ્રેસ,આપ
17.મલેકપુર : ભાજપ,કોંગ્રેસ,અપક્ષ
18.મોલીપુર: ભાજપ,કોંગ્રેસ,આપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો