જાહેરાત:દૂધસાગર ડેરી 60 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ભાવવધારો આ વખતે આપશે: ચેરમેન

વડનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડનગરના રાજપુરમાં ચેરમેન અશોક ચૌધરીની જાહેરાત

વડનગર તાલુકાના રાજપુર ગામે શુક્રવારે ગોગા મહારાજના હવન પ્રસંગે હાજર રહેલા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પશુપાલકોને જણાવ્યું કે, ડેરીના 60 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન વહેંચાયો હોય તેવો દૂધનો ભાવ વધારો આ વખતે ચુકવવાનો છે.

ડેરીના ચેરમેન ચૌધરીએ જણાવ્યું કે, ડેરીનો વિસ્તાર અઢી જિલ્લાને અડે છે. આ વિસ્તારના લોકોએ અમારા પર વિશ્વાસ મુક્યો છે. તેને અમે એળે નહીં જવા દઈએ. વહીવટ સંભાળ્યાના 15 મહિનામાં આ ડેરીનું ટર્નઓવર 6 હજાર કરોડે પહોંચ્યું છે. એક હજાર કરોડ નફો વધ્યો છે.

આ નફો પશુપાલકોને અપાશે. ડેરીના 60 વર્ષમાં જેટલો ભાવવધારો નથી આપ્યો તેટલો ભાવવધારો અમારે આપવાનો છે. તેમણે કહ્યું કે, દૂધનો ભાવ હવે કદી ઘટવાનો નથી. આ પ્રસંગે ડિરેક્ટર દિલીપભાઈ ચૌધરી, વડનગર તા.પં.ના પૂર્વ કારોબારી ચેરમેન એન.ડી. ચૌધરી, ખેતી બેન્કના પ્રતિનિધિ અભેરાજ ચૌધરી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના આયોજક પ્રહલાદ ભાઈનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...