વડનગર સિવિલ હોસ્પિટલમાં હવે ડાયાલિસિસની પણ સુવિધા શરૂ કરાઈ છે.દર્દીઓને હવે મહેસાણા સુધી લાંબા નહીં થવું પડે.પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) ના સહયોગથી અને આઈ.કે.ડી.આર.સી.અમદાવાદ દ્વારા હાલ સિવિલમાં આ સુવિધા શરૂ કરાઇ છે.પાંચ મશીનો દ્વારા હાલ દ્વારા ડાયાલિસિસ કરાઈ રહ્યું છે.
વડનગર સિવિલ હોસ્પિટલમાં 1 ઓગસ્ટથી ડાયાલિસિસ માટે PMJY અને MAA યોજના અંતર્ગત સેવા શરૂ કરવામાં આવેલ છે. આ માટે રજિસ્ટ્રશન પ્રક્રિયા પણ ચાલુ કરાશે. રજિસ્ટ્રશન પ્રક્રિયા પણ ચાલુ કરાશે.હોસ્પિટલના પાંચમા મમળે આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.જેને લઈ નગરજનો તેમજ આજુબાજુના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.આ અંગે ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતુ કે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા શરૂ કરાઇ છે.વર્ષાની માંગ પુરી થઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.