તબીબ પુત્રીના બેહૂદા વર્તન સામે રોષ:વડનગરમાં બ્લડિંગ થતું હોવા છતાં ઇન્જેક્શન આપવા મહિલાને કલાકો સુધી બેસાડી રખાઈ

વડનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડનગર વસંતપ્રભા હોસ્પિટલના ટ્રસ્ટીના તબીબ પુત્રીના બેહૂદા વર્તન સામે રોષ
  • રજૂઆતો પછી ફિજીશિયન પાસે ઈન્જેકશન અપાયું પણ ત્યાં સુધી ઘણું બ્લડિંગ થઈ ગયું હતું

વડનગર વસંતપ્રભા હોસ્પિટલમાં મંગળવારે સાંજે સારવાર અર્થે આવેલી મહિલાને બ્લીડીંગ થવા છતાં સારવાર આપવામાં હોસ્પિટલના સંચાલકની તબીબ પુત્રીની દાદાગીરીને કારણે કલાકો સુધી બેસાડી રાખ્યા પછી ઈન્જેકશન ન આપતાં રોષ ફેલાયો છે. મહિલા તબીબે જ્યાં જવું હોય ત્યાં જાવો તેમ કહી હડતૂધ કરી દીધા હતા.

વડનગર તાલુકાના એક ગામની મહિલાને મંગળવારે સાંજે બ્લીડીંગ થતાં તેને તાત્કાલિક વસંત પ્રભા હોસ્પિટલમાં સારવાર અર્થે લવાઈ હતી.જોકે સમય પુરો થઈ ગયો છે તેમ કહીં અહીં કેસ બારી પર જ કેસ નોંધવા ઈન્કાર કરતાં મહિલાએ બહુ વિનંતી કર્યા બાદ કેસ નોંધ્યા બાદ તબીબે મહિલાને તપાસી જરુરી ઈન્જેકશન લેવા નીચે મોકલ્યા હતા. આ દરમિયાન મહિલા નીચે ઈમરજન્સી વિભાગમાં આવ્યા બાદ તેને ઈન્જેકશન આપવાની જગ્યાએ બાજુના રૂમ ખસેડી એક સ્ટાફ નર્સના સહારે છોડી મુકી બધા તબીબો જતા રહ્યા હતા.

કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ મહિલાના પરિવારના સભ્યોએ અહીં હાજર આ હોસ્પિટલના ટ્રસ્ટીની તબીબ પુત્રી ક્રિસ્ટીને રજૂઆત કરતાં ભડકી ઊઠેલા આ તબીબે ઉદ્ધતભર્યો જવાબ આપી હડધૂત કરી દીધા હતા. અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાવો તેમ કહતાં કપરી સ્થિતિ વચ્ચે મહિલા અને પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છેવટે અહીં હાજર એક મહિલા ટ્રસ્ટીની ભલામણ બાદ ફરીથી ઈન્જેશકન લાવી ફિજીશિયન પાસે અપાયા હતા. બ્લીડીંગ થતાં મુશ્કેલી વધી ગઈ હતી.

હોસ્પિટલમાં અગ્રણીએ પણ તબીબને ટકોર કરી
આ દરમિયાન હોસ્પિટલમાં હાજર શહેરના એક પ્રતિષ્ઠિત નાગરીકે પણ આ મહિલા તબીબનુ વર્તન જોઈ આવું વર્તન ન કરવા સલાહ આપી હતી.આપણે સંસ્થા લઈને બેઠા હોય ત્યારે અહીં આવતા દર્દીને શાંતીથી જવાબ આપવો જોઈએ તેમ કહ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...