તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:વડનગરમાં બિનખેતી વિસ્તારને ગામતળમાં સમાવેશ કરવા માંગ

વડનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગી નગરસેવકની ઊંઝાના ધારાસભ્ય- કલેક્ટરને રજૂઆત

વડનગરમાં બિનખેતી વિસ્તારને ગામતળમાં સમાવેશ કરવા કોંગ્રેસના નગરસેવક ગીરીશભાઈ પટેલે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ અને કલેક્ટરને રજૂઆત કરી છે.એનએ થયેલ વિસ્તારની મિલકતોની પ્રોપર્ટી કાર્ડ બનતા નથી જેથી લોકો પરેશાની વેઠી રહ્યા છે.

વડનગરમાં બિનખેતી વિસ્તાર એટલે એનએ થયેલ વિસ્તારને હજુ પણ ગામતળમાં સમાવેશ કરવામાં ન અાવતાં મિલકતધારકોના પ્રોપર્ટી કાર્ડ બનતા નથી.જો ગામતળમાં એક્ષટેન્શન જાહેર કરાય તો એનએ થયેલ વિસ્તારની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બનાવી શકાય અને આ વિસ્તારને સીટી સર્વેમાં સમાવેશ કરી શકાય.આથી સરકાર દ્વારા આ વિસ્તારને સત્વરે ગામતળમાં સમાવેશ કરાય તે માટે કોંગ્રેસના નગરસેવક ગીરીશભાઈ પટેલે ઊંઝાના ધારાસભ્ય અને કલેકટરને લેખિત રજૂઆત કરી છે.દરવાજા બહારના વિસ્તારમાં મોટાભાગના વિસ્તારો એન એ થઈ ગયા હોવા છતાં સીટી સર્વેમાં ચઢ્યા નથી.આથી પ્રોપર્ટી કાર્ડ બની શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો