માનવતા:વડનગરમાં 6 વર્ષની પુત્રી સાથે રઝળતી મૂકબધિર મહિલાને પોલીસે પરિવારને સોંપી માનવતા દાખવી

વડનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે લાવી મહિલાની રાતભર સરભરા કરી,સવારે બાળકીની મદદથી પરિવારને શોધી શકાયો

વડનગરમાં શુક્રવારે મધરાતે 6 વર્ષની બાળકી સાથે રઝળતી પાલડીની મુકબધિર મહિલાને પોલીસ મથકે લાવી તેની સરભરા કરી શનિવારે સવારે તેના પરિવારને સોંપી હતી.માતા બોલી કે સાંભળી શકતી ન હોઈ 6 વર્ષની બાળકીની મદદથી પરિવારને શોધવામાં સફળતા મળી હતી.

વિજાપુરના રણશીપુર ગામે પરણાવેલ મુક બધિર મહિલા પતિના નિધન પછી 6 વર્ષિય દીકરી સાથે પિયર પાલડી ખાતે રહેતા હતા.જ્યાં શુક્રવારના રોજ કોઈ કારણોસર પાલડીથી નીકળી વડનગર આવી ગયા હતા.જ્યાં રાત્રે આમતેમ ભટકતાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનો લાલાજી ઠાકોર સહિતની નજરે પડતાં મહિલાની પુછપરછ કરતાં બે બોલી શકતી ન હોઈ સંતોષકારણ જવાબ ન મળતાં પોલીસ મથકે લાવી પીએસઆઈને જાણ કરી મહિલા કોન્સ્ટેબલની મદદથી પુછપરછ હાથ ધરી હતી.

છતાં તેના પરિવારની કોઈ ભાળ ન મળતાં પીએસઓ દિનેશભાઈ,એએસઆઈ ભરતસિંહ,મહિલા પોલીસકર્મી સહિતે મહિલાને જમવા સહિતની વ્યવસ્થા કરી તેની સરભરા કરી હતી. સવારે બાળકીને ફોસલાવી પુછપરછ કરતાં વિસનગર પાલડી મામાનું ઘર થતું હોવાનું જણાવતાં પોલીસે સરપંચ મારફતે મહિલાના કાકા સહિત પરિવારનો સંપર્ક કર્યો હતો.જ્યાં સવારે વડનગર પોલીસ મથકે આવી મહિલા અને બાળકીનો કબજો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...