વિવાદ:વડનગરમાં નૌકાવિહારના લોકાર્પણમાં પાલિકા પ્રમુખને હોડીમાં બેસવા ન દેતાં જતાં રહેતાં વિવાદ

વડનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
શર્મિષ્ઠા બેટ પરથી નૌકાવિહારનો પ્રારંભ કરાયો - Divya Bhaskar
શર્મિષ્ઠા બેટ પરથી નૌકાવિહારનો પ્રારંભ કરાયો
  • શર્મિષ્ઠા તળાવમાં અગાઉ 4 વર્ષમાં જ નૌકાવિહારને તાળા લાગ્યા હતા

વડનગર શર્મિષ્ઠા તળાવમાં પાંચ વર્ષ બાદ ફરી પ્રવાસીઓ માટે નૌકાવિહાર ચાલુ કરવામાં આવ્યું છે. શનિવારે પદાધિકારીઓ અધિકારીઓની હાજરીમાં કરાયેલ આ નૌકાવિહારના લોકાર્પણ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખનું નામ હોવા છતાં પણ તેમની અવગણના કરી હતી.હોડીમાં બેસવા ન મળતાં તેઓ અધવચ્ચેથી કાર્યક્રમ છોડી જતા રહ્યા હતા.પ્રમુખે સેફ્ટી જેકેટ પહેરી તૈયારીઓ પણ કરી લીધી હતી.જો કે પક્ષને વફાદાર આ મહિલા પ્રમુખે મંદિરે જવાનું કહી નીકળ્યા હોવાનું કહ્યું હતું .

બીજી તરફ પ્રમુખની થયેલી અવગણનાને બહાર બેઠેલા કેટલાક અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.તેઓએ કહ્યું હતું કે વડનગરમાં થતાં દરેક કાર્યક્રમોમાં અમારી ઉપેક્ષા થઇ રહી છે. આ કાર્યક્રમમાં ગણ્યાગાંઠ્યા લોકો જ આવ્યા હતા તેમજ પ્રજા કરતાં સરકારી કર્મચારીઓ વધુ હતા.આથી કાર્યક્રમનો ફિયાસ્કા જેવું થઈ ગયું હતુ.

વડનગર શર્મિષ્ઠા બેટ ઉપર શનિવારે સવારે પૂજા-અર્ચના કર્યા બાદ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,એસપી પાર્થરાજ ગોહિલ, વડાપ્રધાનના મોટાભાઈ સોમાભાઈ મોદી,શહેર ભાજપ પ્રમુખ,પાલિકા ઉપપ્રમુખ સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ નૌકાવિહારમાં સેર કરી હતી.

નારાજ લોકોને બેસાડવા ફરી રાઉન્ડ મારવા કહ્યું પણ કોઇ હોડીમાં બેસ્યુ નહીં
પ્રથમ રાઉન્ડમાં નૌકાવિહાર જગ્યા ન મળતાં અહીં હાજર કેટલાક અગ્રણીઓમાં નારાજગી પ્રસરી રહી.અગ્રણીઓ સેર કરી પરત ફર્યા બાદ નારાજગી દૂર કરવા નગરસેવકો અને અગ્રણીઓને બેસાડી રાઉન્ડ મારવા કહેવા છતાં એક પણ વ્યક્તિ હોડીમાં બેઠો ન હતો. જ્યાં તેમની નારાજગી બહાર આવી હતી .

અગાઉની હોડીઓ ધૂળ ખાઈ રહી છે
પાંચ વરસ અગાઉ અહીં બોટિંગ ચાલુ કરાયું હતુ.પરંતુ ગણ્યા ગાંઠ્યા જ પ્રવાસીઓ લાભ લેતાં ચાર વરસ બાદ આ બોટિંગ વ્યવસ્થા બંધ કરવી પડી હતી.હજુ અહીં પડેલી હોડીઓ ધૂળ ખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...