વડનગરના મઈવાડો ખાતે મામાના ઘરે રહેતા ચંદ્રુમાણા ગામના 22 વર્ષીય યુવાને બુધવારે સ્યુસાઈડ નોટ લખી વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગળા ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી છે. પોલીસે વડનગરના વ્યાજખોર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. પાટણના ચંદ્રુમાણાના કૌશિકકુમાર હરીચંદ્ર વ્યાસનો દીકરો કંદર્પ વડનગરમાં મઈવાડામાં રહેતા તેના મામા રાજેન્દ્રભાઈના ઘરે રહી છુટક મજૂરી કરતો હતો.
કંદર્પે માતોર બજારમાં સત્કાર હોટલ સામે રહેતા મહેશ નવીનચંદ્ર મોદી પાસેથી કોઈ કામ અર્થે પૈસા લીધા હશે.જેની 20 ટકાના વ્યાજ સાથે રોજ ઉઘરાણી કરી મહેશ મોદી કંદર્પને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો.આથી રોજની ધમકી અને ઉઘરાણીથી કંટાળી ત્રાસી કંદર્પે મેડા પર જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ઘટનાની પરિવારને જાણ થતાં પોલીસને જાણ કરી હતી.પોલીસે લાશનો કબજો લઈ તપાસ કરતાં મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીના આધારે મહેશ નવીનચંદ્ર મોદી સામે દુષ્પ્રેણનો ગુનો નોંધી આ કેસની પીએસઆઈ એ.એન.દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.
મહેશ 20 % વ્યાજ માગે છે,બધી ભૂલો મારી છે
મૃતક કંદર્પના ખિસ્સામાંથી મળી આવેલી સ્યુસાઈડમાં મહેશ મોદી મારી જોડે 20 ટકા વ્યાજ માગે છે.મને ધમકી આપે છે.તને મારી નાખે.મારા પરિવારને કઈ થવું ના જોઈએ ,મારા મિત્રોને કંઈ ન થવું જોઈએ.મું આત્મહત્યા કરૂ.મુ એવું કેવા માગુ છું.બધી ભૂલો મારી છે.એટલા માટે આત્હત્યા કરુ છું.મહેશ મારી જિંદગી બરબાદ કરી નાખશે.રોજ મને ધમકી આપે છે.મારી જોડે 20 ટકા વ્યાજ માગે છે.મીસ યુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.