વડનગરમાં કેટલાક વિસ્તારમાં પાણી ન પહોંચતાં રહીશો હાલાકીમાં મુકાઈ ગયા છે.ભર ચોમાસામાં પાણી ન મળતાં રહીશોમાં રોષ ફેલાયો છે.ત્યારે શહેરમાં પાણીનો પ્રશ્ન હલ કરવા શનિવારે કલેકટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં પાણી પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં રહીશોને સત્વરે પાણી મળી રહે તે માટે કલેકટરે અધિકારીઓને તાકીદ કરી હતી.જેમાં બે દિવસમાં પાણીની સમસ્યા હલ કરવાની કલેકટરે ખાતરી આપી હતી.
વડનગર શહેરના અમરથોળ દરવાજા, લવારશેરી, સુથારશેરી, કોઠાવણકરવાસ (તુરીવાસ),ભોઈવાડો, ભગવતી માતાનું ચાચરૂ, મહાકાળી માતાજી મંદિર ચોક વગેરે વિસ્તારોમાં 15 થી 20 દિવસથી પાણી ન આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.ગત ગુરુવારે તોરણ હોટલ ખાતે પાણી પુરવઠા, ટુરિઝમ વિભાગના અધિકારીઓ અને પાલિકા વચ્ચે બેઠક યોજાઈ હતી.
ત્યારબાદ કલેક્ટર ઉદિત અગ્રવાલે આ મુદ્દે શનિવારે તાકિદની બેઠક બોલાવી પાણી પુરવઠાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને પાણી પહોંચાડવા સૂચના આપી હતી.આ અંગે પ્રાંત અધિકારી જે.જે. પટેલે જણાવ્યું હતુ કે શહેરમાં પાણીનો પ્રશ્ન હલ કરવા પુરતુ પ્રેસર મળી રહે તે માટે નવી મોટર ખરીદવા સહિતની કાર્યવાહી કરવામાં આવી બે દિવસમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જશે તેવી કલેકટરે પણ ખાતરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.