દેખરેખ:વડનગર તાલુકા પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવાયા

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક કર્મચારી પર તાલુકા પ્રમુખની દેખરેખ રહશે ગુલ્લીબાજ, નશો કરી આવતાં કર્મચારીઓ દંડાશે

વડનગર તાલુકા પંચાયતમાં ટકાવારીરાજ ખતમ કરવા અને ગુલ્લીબાજ કર્મંચારીઓને સીધા કરવા પ્રમુખ દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા છે.દરેક કર્મંચારી પર પ્રમુખ નજર રાખશે.

વડનગર તાલુકા પંચાયતમાં કેટલાક કર્મંચારી નશો કરીને આવતા હોવાની તેમજ અનિયમિત આવતા રાવ ઊઠી છે.ઉપરાંત કેટલાક કર્મંચારીઓ સરપંચો પાસેથી ટકાવારી લઈ ને કામ કરતા હોવાની રજૂઆત પ્રમુખ પરેશભાઈ પટેલને મળતાં તાલુકા પંચાયતમા ચાલતી ટકાવારી પ્રથા રોકવા અને ગુલ્લીબાજ કર્મચારીઓની શાન ઠેકાણે લાવવા તાલુકા પંચાયતમા સીસીટીવી નાખવા કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈ ગુલ્લીબાજ કર્મચારીમા ફફડાટ ફેલાયો છે.નોંધનીય છે કે તાલુકા પંચાયતમાં કામ અર્થ આવતાં અરજદારોને કેટલાક કર્મચારીઓ હેરાન પણ કરતા હોવાની રાવ ઊઠતા આ નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...