તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજ નિષ્ઠા:વડનગર સિવિલના બાયોમેડિકલ એન્જિનિયર્સે કહ્યું, ફરજ પર આવવાનો સમય નક્કી છે પણ જવાનો નહીં

વડનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટેકનિકલ કોરોના વોરિયર્સ, જતિનભાઈ 25 દી"થી ઘરે ગયા નથી

વડનગર કોવિડ હોસ્પિટલમાં તબીબોની સાથે સાથે ફરજ બજાવતા એવા કોરોના વોરિયર્સ હોસ્પિટલમાં દર્દીઓ જેના સહારે જીવી રહ્યા છે એવા વેન્ટીલેટર સહિતની મશીનરીનું રિપેરિંગ સહિતની કામગીરી જેના શીરે છે એવા બાયો મેડિકલ એન્જિયર જતીન હર્ષદભાઈ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કર સમક્ષ અનુભવો વર્ણવ્યા હતા.

મૂૂળ પાટણ અને વડનગર કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા બાયો મેડીકલ એન્જિયર જતીન હર્ષદભાઈ પ્રજાપતિની ફરજનો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો હોવા છતાં એક કોલ આવતાની સાથે જ દોડી આવે છે.છેલ્લા 25 દિવસથી ઘરે ગયા નથી.ઘરે વીડિયો કોલિંગથી માતા અને પિતા સહિત પરિવાર સાથે વાતચીત કરી સંતોષ માની લે છે.

અહીં થર્મોમીટર થી લઇ વેન્ટિલેટર સુધી કોઈ મશીનરી બગડે ત્યારે તેને રીપેર કે બદલવા સહિતની કામગીરી કોવિડ હોસ્પિટલમાં કરી રહ્યા છે.દર્દીનો ચેપ લાગવા સહિતનો ડર છતાં તેઓ ફરજમાં ક્યારેય પાછી પાની કરતા નથી.તેઓએ વાત કરતા કહ્યું કે જ્યારે કોઈ દર્દીનું વેન્ટીલેટર બગડે ત્યારે અમારા શ્વાસ પણ અધ્ધર થઈ જાય છે.જ્યારે તૈયાર થઈ જાય એટલે રાહતનો દમ લઈ એ છીએ.

કપરી પરિસ્થિતિ વચ્ચે ઓક્સિજનનું મેનેજમન્ટ કરતી ટીમ
વડનગર કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરતી ટીમ કપરી પરિસ્થિતિ વચ્ચે ફરજ બજાવી રહી છે.કેવળભાઈ પટેલે કહ્યું કે દર્દીને કોઈ તકલીફ ન પડે તે માટે અમે એડવાન્ડ બાટલા તૈયાર રાખીએ છીએ.કોક દિવસ ઓક્સિજન ટેન્ક મોડી આવે તો ઈમરજન્સી ઊભી ન થાય તે માટે સતત પ્રયત્નો કરીએ છીએ.અત્યાર સુધીમાં કોઈ એવો સમય નથી આવ્યો કે ઓક્સિજન ખુટી પડ્યો હોય.રાત્રે મુકેશભાઈ ઠાકોર,પાંચ ટેકનિશીયન પણ ખડેપગે રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો