પ્રેરણા સ્કૂલ બનાવવા નિર્ણય:વડનગરમાં 30 કરોડના ખર્ચે નવા લૂક સાથે પ્રેરણા સ્કૂલ બનશે, કુમાર પ્રાથમિક શાળાને પ્રેરણા સ્કૂલ બનાવવા નિર્ણય લેવાયો

વડનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલનું રિનોવેશન - Divya Bhaskar
સ્કૂલનું રિનોવેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે કુમાર પ્રાથમિક શાળાને પ્રેરણા સ્કૂલ બનાવવા નિર્ણય લેવાયો છે. ત્યારે આગામી સમયમાં નવા લૂક સાથે આ પ્રેરણા સ્કૂલ તૈયાર થઈ જશે. હાલમાં તેનું રિનોવેશન ચાલી રહ્યું છે. જેમાં મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. પ્રેરણા સ્કૂલની બાજુમાં બનશે ત્રણ માળનો વોચ ટાવર. જ્યાંથી આખા શહેરનો નજારો જોવા મળશે.

આવી બનશે સ્કૂલ
આવી બનશે સ્કૂલ

નગરજનો માટે એક અણમોલ ભેટ હશે. જ્યાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અપાશે.પ્રેરણા સ્કૂલની બાજુમાં પાર્કિંગ એરિયા, કાફેટેરિયા પણ બનાવાશે. ઉપરાંત અહીં ત્રણ માળનો વોચ ટાવર જ્યાંથી આખા શહેરનો નજારો જોઈ શકાશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ.30.77 કરોડ ખર્ચાશે. પ્રેરણા સ્કૂલમાં જૂનો ઈતિહાસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણની યાદોને ઉજાગર કરાશે. બાળ નરેન્દ્રના જીવન કવનની વિગતો અહીં દર્શાવાશે.

અન્ય સમાચારો પણ છે...