બેદરકારી:વડનગરની બીએન હાઈસ્કૂલમાં બે વર્ષ થવા છતાં ન પ્રાર્થના હોલ બન્યો,ન તો કમ્પ્યુટર મળ્યાં

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ અગાઉ પીએમના જન્મ દિને જાહેરાત કરાઇ હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે બે વર્ષ અગાઉ વડનગરની બીએન હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના હોલ બનાવવા 25 લાખની જાહેરાત કરી હતી. તેમજ 20 કોમ્પ્યુટર આપવાની જાહેરાત કરી શાળામાં અદ્યતન ઓરડા અને શૌચાલય બનાવવાની જાહેરાત કરી હતી. જોકે બે વર્ષ થવા આવ્યા છતાં શાળામાં ન પ્રાર્થના હોલ બન્યો, ન કમ્પ્યુટર મળ્યાં. રજૂઆતો કરી છતાં પરિણામ ન મળ્યું. વડનગરમાં પ્લાસ્ટિક ન વાપરવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી.છતાં બેફામ પ્લાસ્ટિક વાપરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...