તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભાવ:વડનગરમાં સવારે દુકાનો ખુલતાં લોકોની ભારે ભીડ, બપોર બાદ કર્ફ્યુ જેવો માહોલ

વડનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા-પોલીસની તાકીદ છતાં દુકાનો આગળ સોશિયલ ડિસ્ટન્ટનો ભંગ
 • પાલિકા ઉપપ્રમુખના પતિની દુકાનમાં જ સોશિયલ ડિસ્ટન્ટનો અભાવ

વડનગરમાં સવારે શાકભાજી અને કરિયાણા સહિતની દુકાનો ખુલતાં જ બસ સ્ટેશન અને બજાર વિસ્તારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. બપોર પછી લોકોની બિલકુલ અવરજવર બંધ થઈ જતાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોર પછી ગ્રાહકો ન આવતાં કેટલાક વેપારીઓ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી હતી.  સોમવારે કરિયાણા, શાકભાજી તેમજ છુટછાટ અપાયેલી દુકાનો ખુલતાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. પાલિકા અને પોલીસની વારંવારની તાકીદ છતાં હજુ દુકાનો આગળ સોશિયલ ડિસ્ટન્ટ જળવાતું નથી. પાલિકાના ઉપપ્રમુખના પતિની દુકાન આગળ જ સોશિયલ ડિસ્ટન્ટ જળવાયું ન હતું.  વડનગરમાં સોમવારે મિઠાઈ અને ફરસાણની દુકાનો પણ ખુલી હતી. આ દુકાનોમાં વાસી ખોરાકની પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરાઇ હતી. અગાઉ વાસી મિઠાઈનો નાશ કરાયો હોવા છતાં કેટલીક દુકાનોમાં ફરસાણનો વાસી જથ્થો પણ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો