તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાનહાની ટળી:વડનગરમાં ડેપો પાસે દલાલ સ્ટોકની ઓફિસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

વડનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઈટરે આગ પર કાબુ લીધો, ઓફિસ બંધ હોવાથી જાનહાની ટળી

વડનગર નવીન બસ સ્ટેશન આગળ આવેલી દલાલ સ્ટોકની ઓફિસમાં ગુરુવારે બપોરે પેન્ટ્રીમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી.વડનગર અને વિસનગર ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો.જોકે ઓફિસ છેલ્લા 12 મહિનાથી બંધ હોઈ જાનહાનિ ટળી હતી.ઓફિસ બંધ હોવાના લીધે ફાયર ફાઇટરના કર્મચારીઓ મહામહેનતે અંદર જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.

વડનગર ખાતે દલાલ સ્ટોકની બંધ ઓફિસમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકા સાથે આગ ભભૂકતાં આગે વિકરાળ સ્વરુપ લેતાં આજુબાજુના લોકોએ માલિક દેવાંગ વ્યાસને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ઓફિસમાં રહેલા ફાયર સેફટીની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન વડનગર અને વિસનગર પાલિકાનું ફાયર ફાઈટર પણ આવી પહોંચ્યું હતુ.ફાયરના કર્મચારી ઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કોરોનાને લીધે ઓફિસ બંધ હોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ આગથી ઓફિસમાં મોટું નુકસાન પહોંચ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...