તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગરમાં ગરીબોને રાશનકીટ,હાટકેશ્વર સંસ્થાન દ્વારા રૂ.1.11 લાખનો ચેક અપાયો

કોરોના ઇફેક્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાના ભંગ બદલ રૂ.4.900 નો દંડ વસુલાયો

વડનગરઃ લોક ડાઉનને પગલે ગરીબ લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે વડનગરમાં સેવાભાવી લોકો દ્વારા ફાળો ઉઘરાવી આવશ્યક ચીજવસ્તુઓની કિટ ખરીદી તેનું વિતરણ કરાયું હતુ.જેમાં શનિવારે પાલિકા પ્રમુખ ઘેમરજી ઠાકોર,શહેર પ્રમુખ રાજુભાઈ મોદી,ગીરીશભાઈ પટેલ,કાનાજી ઠાકોર સહિત નગરસેવકો દ્વારા સ્લમ વિસ્તારોમાં ફરી 460 જેટલા જરૂરિયાતમંદ લોકોને કિટ આપી હતી.
રૂ.4.900 નો દંડ વસુલાયો
આ ઉપરાંત હાટકેશ્વર મહાદેવ સંસ્થાનના અરવિંદભાઈ પટેલના હસ્તે મામલતદાર એ.પી.અખાણીને વડાપ્રધાન રાહતફંડમાં 1.11 લાખનો ચેક આપ્યો હતો. આ ઉપરાંત ગંગાજલ ગૃપ,બાપાસીતારામ સહિતના ગ્રૃપ દ્વારા  ગરીબોને જમવાનું અને કરિયાણું પહોંચાડ્યું હતુ.બાજુ પોલીસે પણ કામ વિના રોડ પર રખડતા પાંચ બાઈક જપ્ત કર્યા હતા.તેમજ જાહેરનામાના ભંગ બદલ રૂ.4.900 નો દંડ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...