અભિયાન:એક બ્રેઈનડેડ વ્યક્તિ અંગદાન કરે તો 6 થી 8 લોકોને નવજીવન મળી શકે છે

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગરમાં દિલીપ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિ અંગે માર્ગદર્શન

એક બ્રેઈનડેડ વ્યક્તિ અંગદાન કરે તો 6 થી 8 લોકોને નવજીવન મળી શકે છે તેમ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડનગર મેડિકલ કોલેજમાં યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં અગ્રણીઓએ જણાવી જીવનમાં રક્તદાનની જેમ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતુ.

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે વડનગર મેડિકલ કોલેજમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંગદાન જાગૃતિ માટે બીડું ઝડપનારા દિલીપભાઈ દેશમુખે જીવનમાં અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, દોઢ વરસ અગાઉ મારું લિવર ટ્રાન્સફર થયું હતું. લોકો અંગદાન માટે જાગૃત થાય તે માટે આ અભિયાન હાથ ધરાયું છે. દેશમાં 4 લાખથી વધુ લોકો અંગોની પ્રતિક્ષામાં છે. જેમાંથી હ્રદય, કિડની, લીવર વગેરે. જો એક બ્રઈન વ્યક્તિ અંગદાન કરે તો 6 થી 8 લોકોને નવજીન મળી શકે છે. રક્તદાનની જેમ અંગદાન મહત્વનું દાન છે. આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન હિમાંશું જોશી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનિલભાઈ મહેતા, ભરતભાઈ મોદી, એન.ડી.ચૌધરી, નગરસેવક ગીરીશભાઈ પટેલ, ઘેમરજી ઠાકોર, નિલેશભાઈ શાહ, ભરતભાઈ ચૌધરી, નરેશભાઈ બારોટ, વેપારીઓ, અગ્રણી નાગરિકો, તબીબો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...