રખડતાં પશુ પકડવા ઝુંબેશ:વડનગરમાંથી 43 રખડતાં પશુ ઇડરની પાંજરાપોળમાં મોકલ્યાં

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડનગરમાં નગરપાલિકાએ રાત્રે રખડતાં પશુઓ પકડ્યા હતા. - Divya Bhaskar
વડનગરમાં નગરપાલિકાએ રાત્રે રખડતાં પશુઓ પકડ્યા હતા.
  • કોલેજ ચોકડી,હાટકેશ્વર વિસ્તાર, મેડિકલ રોડ પરથી રાત્રે પકડ્યા

વડનગરમાં રખડતાં પશુ પકડવા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શુક્રવારે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતાં પશુઓ પકડી ઇડર પાંજરાપોળમાં મોકલી આપતાં શહેરીજનોએ રાહતનો દમ લીધો હતો.વડનગર કોલેજ ચોકડી, મેડિકલ રોડ વિસ્તાર તેમજ બજારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓ જમાવીને બેસી જતા ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો બનતા હોઈ આ અંગે નગરપાલિકા દ્વારા રખડતાં પશુ પકડવા ઝુંબેશ હાથ ધરી હતી.

જેમાં શુક્રવારે રાત્રે પાલિકાના કર્મચારીઓ દ્વારા 43 જેટલા પશુઓને પકડી ઈડર પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. શહેરીજનોને આ ત્રાસમાંથી મુક્તિ મળી હતી. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ પશુ પકડવાની ઝુંબેશ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...