તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વડનગર કોવિડ હોસ્પિટલમાં 3 વોર્ડ બંધ કરાયા, દોઢ મહિના અગાઉ 100 આસપાસનુ વેઇટિંગ રહેતું હતું , 13 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ

વડનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક

વડનગર દોઢ મહિના અગાઉ વેઇટીંગ માટે પણ 100થી 150 નુ વેઇટીંગ રહેતુ હતું તે વડનગર કોવિડ હોસ્પિટલમાં હાલમાં 29 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં 13 કોરોના અને 16 શંકાસ્પદ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો ઘસારો ઓછો થતો સાત વોર્ડ પેૈકી ત્રણ વોર્ડ બંધ કરવામાં આવ્યા છે જ્યારે 4 વોર્ડમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે હોસ્પિટલમાં શંકાસ્પદ અને પોઝિટિવ મળી 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે તેમ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં વડનગર કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને લઈને ૧૦૮ એમ્બ્યુલન્સની 36 36 કલાક સુધી લાઈનો લાગેલી રહેતી હતી.ધીરે-ધીરે દર્દીઓનો ઘસારો ઓછો થતો હવે માત્ર ૨૯ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 16 શંકાસ્પદ દર્દીઓ દાખલ છે.

ત્રણ દર્દીઓ સાજા થતાં રજા અપાઇ, એકપણ મોત નહીં
આ અંગે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં હવે દર્દીઓના મોત નો ઓકડો પણ નહીંવત જોવા મળી રહે છે સામે દર્દીઓ સાજા થવાનો રેટ વધવાની સામે નવા દર્દીઓનો ઘસારો ઓછો થતાં હાલ માત્ર ૨૯ દર્દીઓ એડમિટ છે. બુધવારે વધુ 3 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી એકપણ મોત થયુ ન હતું.

સારવાર લઈ રહેલા 29 દર્દીઓ ની સ્થિતિ

 • 13 કોવિડના દર્દીની સ્થિતિ
 • 02 દર્દી સાદા બેડ પર
 • 04 દર્દી ઓક્સિજન પર
 • 04 દર્દી એનઆરબીએમ પર
 • 03 દર્દી બાયપેપ પર
 • 16 શંકાસ્પદ દર્દીની સ્થિતિ
 • 03 દર્દી સાદા બેડ પર
 • 03 ઓક્સિજન બેડ પર
 • 07 દર્દી એનઆરબીએમ પર
 • 03 બાયપેપ પર
અન્ય સમાચારો પણ છે...