અકસ્માત:શેખપુર (ખે) નજીક વાનની ટક્કરે 2 બાઈકસવારનાં મોત

વડનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શેખપુર અને સિપોરના યુવાનનું મોત
  • ફરાર વાન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વડનગર તાલુકાના શેખપુર(ખે) નજીક શુક્રવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે વાનના ચાલકે બે બાઈક સવારને ટક્કર મારતાં બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર વાનના નંબરને આધારે ગુનો નોંધી ચાલકની શોધખોળ હાથ ધરી છે. વડનગર તાલુકાના શેખપુર(ખે) ગામના ઠાકોર સંજયજી માનસંગજી અને સિપોર ગામના ઠાકોર કલ્પેશજી જહાજી બાઈક લઈને શુક્રવારે રાત્રે પસાર થઈ રહ્યા હતા.

તે દરમિયાન પુરઝડપે પસાર થતી વાન નંબર જીજે 02 ડીઈ 9947ના ચાલકે બાઈકને ટક્કર મારતાં બંને બાઈક સવાર નીચે પટકાયા હતા. જ્યાં ગંભીર ઈજા થતાં બંને બાઈક સવાર યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતા. અકસ્માત સર્જી વાનનો ચાલક વાન મુકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે પ્રવિણજી કરશનજી ઠાકોરે વાનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ડી.એન. વાઝાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...