તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વડનગર કોવિડ હોસ્પિટલની લેબમાં 1.11 લાખ RTPCR કરાયા

વડનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડનગર કોવિડ હોસ્પિટલ લેબ સ્ટાફ - Divya Bhaskar
વડનગર કોવિડ હોસ્પિટલ લેબ સ્ટાફ
  • કોરોનાની બીજી લહેરમાં જ 60 હજાર કોરોના ટેસ્ટ કર્યા, દિવસના 1500 થી 1600 ટેસ્ટ કરી 24 કલાકમાં રિપોર્ટ આપ્યો
  • દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યા વિના પોઝિટિવ લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી 26 કોરોના વોરિયર્સએ
  • 11 મહિનામાં RTPCR ટેસ્ટ કરાયા

વડનગર કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 11 મહિનામાં રાત-દિવસ કામગીરી કરી લેબ સ્ટાફે 1,11,000 લોકોના આરટી પીસીઆર ટેસ્ટ કરાયા છે. જેમાં માઈક્રો બાયોલેબ ડિપાર્ટમેન્ટના હેડ અને મોલેક્યુલર લેબોરેટરી નોડલ ઓફિસર ડો. શ્વેતા પ્રજાપતિએ એકપણ રજા લીધા વિના દિવસના 1500થી 1600 લોકોના રિપોર્ટ તૈયાર કરી કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ શ્રેષ્ઠ કામ કરી બતાવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં રોજ RT-PCR માટે 1500થી 1600 સેમ્પલ લેવાતા હતા.

જેમાં 60 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા, જેનો રિપોર્ટ 24 કલાકમાં આપી શકાય તે માટે અમારા કર્મયોગીએ અવિરત કામ કર્યું છે.આ માટે હોસ્પિટલના સુપ્રિ. ર્ડા.મુકેશ દિનકર અને ડીન ર્ડા. હિમાંશુ જોશી તેમજ એડિ. ડીન ર્ડા.સુનિલ ઓઝા, સુભાષ ગજ્જર અને સાથીઓનો સહકાર મળતાં કામમાં સરળતા રહી હતી.

બીજી લહેરમાં 60 હજાર ટેસ્ટ કરાયા
આ અંગે ર્ડા. શ્વેતા ઓઝાએ કહ્યું કે, ગત 23 જૂનથી અત્યાર સુધી 1,11,000 ટેસ્ટ કરાયા છે. પહેલી લહેર કરતાં બીજી લહેરમાં સૌથી વધુ 60 હજાર આરટી પીસીઆર કરાયા છે. ક્યારે કોઈ કર્મચારી સંક્રમિત થાય તો અન્ય કર્મચારીની મદદ લઈ સતત 24 કલાક ટેસ્ટિંગ ચાલુ રાખી 24 કલાકમાં રિપોર્ટ પણ સબમિટ કરી દેવાતો હતો. શરૂઆતમાં 1 મશીન હતું, અત્યારે 3 છે. સ્ટાફને ચેપથી બચાવવા N-95 માસ્ક, PPE કિટ, હાથમોજા, હેન્ડ સ્ટરિલાઈઝેશન સહિતની પૂરતી તકેદારી લેવાય છે.

મેડિકલ કોલેજ દ્વારા સેલિબ્રેશન કરાયું
વડનગર કોવિડ હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગ દ્વારા 1,11,000 આરટી પીસીઆર ટેસ્ટ કરાતાં મેડિકલ કોલેજમાં બુધવારે સેલિબ્રેશન કરાયું હતું. જ્યાં કેપ કાપી ઊજવણી કરાઈ હતી.

ત્રણ શિફ્ટમાં રાત દિવસ કામ કરતા 26 કર્મચારીઓ
મોલેક્યુલર વાયરોલોજી લેબમાં કોરોના ટેસ્ટ કરતા 26 કર્મચારીઓ એકપણ દિવસની રજા લીધા વિના ત્રણ શિફ્ટમાં કામ કરતા હતા. ર્ડા. શ્વેતા ઓઝા, ર્ડા. રાકેશ રજત, ર્ડા.પાયલ રાવલ અને ર્ડા. કોમલ ચૌહાણ તેમજ 12 લેબ ટેકનિશિયન, 3 ડેટા ઓપરેટર, 4 લેબોરેટરી એટેન્ડેન્ટ, 3 સેવકો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. તબીબોએ જણાવ્યું કે, અમારી ટીમવર્કના કારણે અમે 11 મહિનામાં 1,11,000 આરટી પીસીઆર ટેસ્ટ કરી શક્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...