વૃક્ષારોપણ કાર્યક્રમ:વડનગરમાં 1000 રોપાઓનું વાવેતર, 1000 તુલસીના છોડનું વિતરણ કરાયું

વડનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડનગર સિવિલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડનગર સિવિલમાં કોરોના વોરિયર્સના હસ્તે વૃક્ષારોપણ કરી ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે 20 જેટલા રોપા વાવ્યા હતા. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટેટે કહ્યું કે ઓક્સિજન માટે વૃક્ષો મહત્વનો ભાગ છે.આવનારા સમયમાં પણ વધુ વૃક્ષો વવાશે. મહામારી દરમિયાન ઓક્સિજનની અછત ઉભી થતાં લોકોને વૃક્ષનું મહત્વ સમજાયું છે.

વનવિભાગ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરાયું હતુ. આ ઉપરાંત ડેપો પાસેના સંકુલ, સંસ્કાર પબ્લીક સ્કૂલ,બ્રહ્મા કુમારીઝ અને પોલીસ સ્ટેશને વૃક્ષારોપણ કરાયું હતુ. શનિવારે શહેરમાં 1000 જેટલા રોપા વવાયા હતા. તેમજ 1000 તુલસીના છોડનું વિતરણ પણ કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...