સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા માગ:આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા બેઠક પરથી ટિકિટ માંગતા રાજકીય માહોલ ગરમાયો

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઋષિકેશ પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઋષિકેશ પટેલની ફાઈલ તસવીર

વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જેઓ વિસનગર વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવેલા હતા. વિસનગર બેઠક પર અમુક અટકળો હોવાથી ઋષિકેશ પટેલે વિસનગર બેઠક પર 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. સાથે જ ઊંઝા વિધાનસભાની બેઠક પરથી ટિકિટ માંગી છે. હાલમાં ઊંઝા બેઠક પર 48થી વધું સ્થાનિક ઉમેદવારોએ ટિકિટ માંગી છે. ઋષિકેશ પટેલની ઊંઝા બેઠક પરની દાવેદારીને લઈને સ્થાનિક દાવેદારોમાં રોષ હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

સ્થાનિક ઉમેદવારને ભાજપ ટિકિટ આપે તેવી માગ
2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ઊંઝા વિધાનસભા બેઠક માટે 48થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. કોનો સિક્કો ચાલસે અને કોની માથે રહશે તાજ એતો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલમાં ઊંઝા બેઠક પર એક નવો જ ચેહરો બહાર આવ્યો છે અને એ પણ દિગ્ગજ નેતા ઋષિકેશ પટેલ જેઓ હાલમાં સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે કાર્યરત છે. જેને લઈને સ્થાનિક ઉમેદવારોમાં પણ અટકાળો ઉભી થઇ છે અને પહેલા સ્થાનિક ઉમેદવારને ભાજપ ટિકિટ આપે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

ઊંઝા વિધાનસભા બેઠક ઉપર 6 જાણીતા ચહેરાઓએ પણ દાવેદારી નોંધાવી

  1. ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ
  2. એમ.એસ.પટેલ
  3. સીતાબેન ઊંઝા તાલુકા પ્રમુખ
  4. હરિ પટેલ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન
  5. દીક્ષિત પટેલ
  6. કેશુ પટેલ વાઇસ ચેરમેન મહેસાણા ડિસ્ટ્રીક બેન્ક

આ બાબતે સ્થાનિક ઉમેદવારોની એક જ માંગણી રહેલી છે કે, સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે અને જો ભાજપ પાર્ટી ટિકિટ નહીં આપે અને આયાતી ઉમેદવારને ટિકિટ આપશે તો ઊંઝા વિધાનસભા બેઠક ગુમાવવી પડશે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...