ઊંઝા વિસ્તારમાં એકાએક વાતાવરણ પલટાયો:વાવાજોડું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ

ઊંંઝા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા વિસ્તારમાં વાવાજોડું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખેડૂતોને પાક નુકસાન થયાની ભીતિ હાલ સર્જાઈ રહી છે. અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વેસટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોન સર્ક્યુલેશન સિસ્ટમના કારણે શનિવારે મધરાત્રે બાદ ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે તેજ પવન ફૂકાયો હતો.

આજે ઊંઝા અને અન્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેને લઈને ઉનાળૂ પાકને કાપણીના સમયે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાક નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. વાદળછાયું વાતાવરણ હોવાથી દિવસભર ઠંડક રહી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવવાને લઈને ઊંઝા ગંજબજારના વેપારીઓ પણ ચિંતિત બન્યા હતા. ગંજ બજારમાં ખરીદેલા માલ બહાર ખૂલ્લી જગ્યાએ હોવાથી નુકસાન થવાની ભીતિ સર્જાયી હતી.

અન્ય સમાચારો પણ છે...