તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઊંઝાના વેપારીનું ફૂલેકું ફેરવી 6 માસથી ફરાર શખ્સની ધરપકડ

ઊંઝા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીરું સહિતના માલના 6 કરોડ ન ચૂકવતાં 2 સામે ગુનો નોંધાયો હતો

ઊંઝાના સ્પાઇસના વેપારી સાથે સામાજિક સંબંધ વિકસાવી ફૂલેકુ ફેરવનારા અને પોલીસને 6 માસથી હાથતાળી આપતા શખ્સને પોલીસે મહેસાણાથી ઝડપી લીધો હતો.ઊંઝા ખાતે શુભમ કોમ્પ્લેક્ષમાં સિદ્ધિ ઇમ્પેક્ષ ફર્મના માલિક પટેલ કલ્પીશભાઇ દશરથભાઈ સાથે મહેસાણાના ધવલ પટેલે સુરતના જય અંબે ડ્રાયફ્રૂટ એન્ડ સ્પાઇસીસ નામે ધંધો ચલાવતા જીગ્નેશ જરીવાલને રૂ.13.94 કરોડનો કપાસિયા, જીરું, સુવા, વરિયાળીનો 91 ગાડી માલ અપાવ્યો હતો.જે પેટે રૂ.7.33 કરોડ રોકડા અને RTGS દ્વારા કલ્પીશભાઇ પટેલને મળ્યા હતા.

બાકીની રકમ રૂ.6.60 કરોડ નહીં ચૂકવતાં ઊંઝા પોલીસમાં 21 જાન્યુઆરીએ પટેલ ધવલ જિતેન્દ્રભાઈ (શ્યામવેદ હેરિટેજ, એરોડ્રામ રોડ, મહેસાણા) અને જીજ્ઞેશ ભીખુભાઇ જરીવાલ (સ્વપ્ન સંગીની ફ્લેટ, વીઆઈપીરોડ, સુરત) સામે ફરિયાદ નોંધાવી હતી.જીજ્ઞેશ જરીવાલની ધરપકડ કરી પૂછપરછ કરતાં 32 ગાડી માલ ન મળ્યા જણાવતાં ધવલ પટેલ માલની ગાડીઓ ઊંઝા ઐઠોર ચોકડીથી ઉમિયા માતાજી માલિકી પ્લોટ પાછળના ગોડાઉન અને દાસજ રોડ ઉપર મંગલમૂર્તિ ગોડાઉન 6ના પ્લોટથી માલ રોકડે ફૂંકી મારતાનું બહાર આવ્યું હતું. જે 6 માસથી ફરાર હતો. ઊંઝા PI એસ.જે. વાઘેલાએ ધવલ પટેલને મહેસાણા સ્થિત એના ઘરેથી ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...