ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર પસાર થઈ રહેલ ગાડીમાંથી 1.8 લાખનો વિદેશી દારૂ તેમજ ગાડી અને મોબાઇલ મળી કુલ 11.17લાખનાં મુદામાલ સાથે બે શખ્સો ઝડપાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા પોલીસ એ.એસ.આઈ. મહંમદ આરીફ શેરખાનને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરીને સિદ્ધપુર તરફથી બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પાસેથી ગાડી પસાર થનાર છે. જેથી પોલીસે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ગાડીને કોર્ડન કરી રોકી ડ્રાઈવરની પૂછપરછ કરતાં પોતાનું નામ ઠાકોર દીનેશજી ઉર્ફે ડી.કે. કચરાજી અરજણજી રહે.ગોગલાસણ તા.સિદ્ધપુર હોવાનું જણાવ્યુ હતુ. તેમજ બાજુમાં બેઠેલ શખ્સનું નામ પંચાલ તેજસકુમાર જીતેન્દ્રભાઇ હાલ રહે.નરોડા કઠવાડા રોડ, વસંત વિહાર સોસાયટી, મૂળ રહે.શિવમ ફલેટ, અખબારનગર, અમદાવાદ જણાવતા પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીની પાછળની સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ હતી. 1.8 લાખના દારૂ સાથે ગાડી અને મોબાઈલ મળી કુલ રૂપિયા 10,17,555 નો મુદામાલ ઝડપી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.