તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઊંઝા પોલીસે કતલખાને લઇ જવાતાં 57 પાડા બચાવ્યા

ઊંઝા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા-સિદ્ધપુર હાઇવે પરથી ટ્રક પકડાઇ, પાડાં ઊંઝા પાજરાપોળમાં મોકલવામાં આવ્યા

ઊંઝા-સિધ્ધપુર હાઈવે ઉપરથી ઊંઝા પોલીસે 57 પાડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ડીસાથી પાડા ભરીને મહેસાણા ઉતારવા જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરીને ઊંઝા પોલીસે રૂપિયા 6.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.ઊંઝા હાઇવે સર્કલ પીએસઆઈ આર.કે.પટેલે શુક્રવારે શંકાના આધારે સિદ્ધપુરથી મહેસાણા તરફ જતી GJ - 02 XX - 5712 નંબરની ટ્રક અટકાવીને તપાસ કરતાં 57 પાડા ભરેલા જણાઈ આવ્યા હતા.

તેથી ડ્રાઈવરનું નામઠામ પૂછતાં બલોચ સોરાબખાન વલીખાન રહે ડીસા, અમનપાર્ક ગવાડી રાજપુર રોડવાળો હોવાનુ જણાવ્યુ હતુ. ટ્રકમાં બે માળ બનાવી પાડાઓને ઘાસચારો અને પાણી વિના નિર્મમતાથી બાંધીને ભર્યા હતા. આ પાડાઓને ઊંઝા પાંજરાપોળમાં મુક્ત કરાયા હતા. ઊંઝા પોલીસે રૂપિયા 1,14,000 ની કિંમતના પાડા સાથે ટ્રક, બે મોબાઈલ મળી કુલ રૂપિયા 6,18,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ડ્રાઈવરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...