તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ઊંઝા નવા રેલવે સ્ટેશને સુવિધાઓનો અભાવ

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઊંઝામાં નવા રેલ્વે સ્ટેશન પર ઝાડીઝાંખરા પણ ઉગી નીકળ્યા છે. - Divya Bhaskar
ઊંઝામાં નવા રેલ્વે સ્ટેશન પર ઝાડીઝાંખરા પણ ઉગી નીકળ્યા છે.
  • 200 કરોડના ખર્ચે બનાવેલ રેલ્વે સ્ટેશનની બિસમાર હાલત, જૂનું રેલેવે-સ્ટેશન શરૂ કરો

ઊંઝા શહેરમાં અગાઉ જૂનું રેલ્વે સ્ટેશન કાર્યરત હતું. પરંતુ આ રેલ્વે સ્ટેશન તોડીને 200 કરોડના ખર્ચે ઉનાવા હાઇવે પરના રેલ્વે સ્ટેશન નવું બનાવાયું છે. જોકે બે વર્ષ જેટલા સમયમાં આ રેલ્વે સ્ટેશનની બિસમાર હાલત અને અસુવિધાઓના કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જૂનું રેલ્વે સ્ટેશન શહેરમાં હોવાથી લોકોને અવર-જવરમાં સરળતા રહેતી હતી. જોકે, છેક ઉનાવા હાઇવે જવા માટે લોકોને અંદાજીત 80 રૂપિયા જેટલું ભાડુ ખર્ચીને જવાની ફરજ પડે છે.

200 કરોડના ખર્ચે બનાવેલ ઉનાવા હાઇવે પરના રેલ્વે સ્ટેશન પર હાલમમાં સીસીટીવીનો અભાવ, પ્લેટફોર્મ ઉબડખાબડ, પીવાનું દુષિત પાણી, દિશાસૂચક બોર્ડનો અભાવ, તો કેટલીક જગ્યાએ લાઇટોનો અભાવ સાથે રેલ્વે સ્ટેશન પર ઝાંડી- ઝાંખરો જોવા મળી રહ્યા છે. આ રેલવે સ્ટેશને મુસાફરો કેવી રીતે અવર-જવર કરી શકે તે યક્ષપ્રશ્ન મુસાફરોમાં ચર્ચાઇ રહ્યા છે. ઊંઝાના સ્થાનિકો અને મુસાફરોની માંગ છે કે શહેરમાં આવેલ જૂનું રેલ્વે સ્ટેશન કાર્યરત કરાય અને ઊંઝાથી નીકળતી એસટી બસનું ઉનાવા હાઇવે પરના રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ આપવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...