તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ઊંઝા પાલિકાના બજેટમાં ટાઉનહોલ માટે રૂ.7.90કરોડ અને રોડ-રસ્તા માટે રૂ.6.80 કરોડ ફાળવાયા

ઊંઝા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.83.79 કરોડનું બજેટ 8 મિનિટમાં સર્વાનુમતે મંજૂર કરાયું, રૂ.1.30 કરોડના ખર્ચે શોપિંગ બનશે
 • ગુરૂપાર્કથી સદગુરુ સોસાયટી સુધીના વહેળાના બ્યુટીફીકેશન માટે રૂ.2.90 કરોડની ફાળવણી કરાઇ

ઊંઝા પાલિકાનું વર્ષ 2021-22નું રૂ.83.79 કરોડનું બજેટ શુક્રવારે સર્વસંમતીથી માત્ર આઠ જ મિનિટમાં મંજૂર થઇ ગયું હતું. બજેટમાં રોડ-રસ્તા માટે રૂ.6.80 કરોડ, શોપિંગ માટે રૂ.1.30 કરોડ, ટાઉનહોલ માટે રૂ.7.90 કરોડ તેમજ ગુરૂપાર્કથી સદગુરુ સોસાયટી સુધીના વહેળાના બ્યુટીફીકેશન માટે રૂ.2.90 કરોડ ફાળવાયા છે.

પ્રમુખ રીંકુબેન એન.પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ચીફ ઓફિસર અલ્પેશ પટેલ તેમજ ભાજપના 19, કામદાર પેનલના 15 તેમજ 2 અપક્ષ નગરસેવકોની ઉપસ્થિતિમાં રજૂ કરાયેલા બજેટમાં રૂ.13 કરોડ પાલિકાના કર્મચારીના પગાર, મેડિકલ ખર્ચ તેમજ સાધન સામગ્રી ખર્ચ, પેન્શન, પરચૂરણ ખર્ચ, ટાઉનહોલ માટે ફાળવાયા હતા. જ્યારે રૂ.790 લાખ રૂપિયા ટીપી.નં.1 પ્લોટ નં.108, ટીપી.નં.6 પ્લોટ ન.264, ટીપી નં.2 પ્લોટ નં.75માં પ્રાથમિક શાળા બિલ્ડીંગ માટે ફાળવણી કરાઇ હતી.

જ્યારે રૂ.489 લાખ શહેરમાં સીસીરોડ માટે રૂ.135 લાખ અલગ- અલગ વિસ્તારમાં ડામર રોડ માટે રૂ.545 લાખ, ટીપી નં 2 ફાયનલ પ્લોટ 66માં નવીન શોપિંગ રૂ.130 લાખ, ગુરૂપાર્કથી સદગુરુ સોસાયટી સુધી વહેળો બ્યુટીફીકેશન માટે રૂ.290 લાખ ફાળવાયા છે. જ્યારે ન.પા.ના માલિકી પ્લોટને કમ્પાઉન્ડ વોલનું કામ રૂ.110 લાખ, ગુરૂપાર્ક નાળાથી કામલી રોડ નાળા સુધી સંરક્ષણ દીવાલ રૂ.70.00 લાખ, રેલવે સ્ટેશન વોટર વર્ક્સમાં ઊંચી ટાંકીનું કામ રૂ.83 લાખ, શહેરમાં પાણીની પાઇપલાઇન ભુગર્ભ ગટર લાઈનો અને બિલ્ડીંગ કામો રૂ.350 લાખના કામો માટે બજેટ મંજુર થયુ હતુ.

વર્ષ 2010- 11માં ઊંઝા પાલીકાના બજેટમાં નગરજનોને 20% રાહતદરે દવા મળે તે માટે વિવેકાનંદ સેવા ટ્રસ્ટને પરવાનગી માટે સ્ટે અપાયો હતો. બેઠકમાં ભાજપના 19 સભ્યો અને અપક્ષ ઉમેદવાર પટેલ વિમલભાઈ દશરથભાઇએ ટેકો આપતા 20 સભ્યોની બહુમતીથી આ કામગીરીને સંમતી અપાઈ હતી. સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે પટેલ હિરેનભાઈની નિમણૂંક કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો