તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઊંઝા નગરપાલિકા દૂધ કૌભાંડ આંકડો 40 લાખને વટાવી ગયો

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટરે રૂપિયા 30 લાખ પાલિકામાં જમા કરાવ્યા
  • 7 લાખ પટેલ ધર્મેન્દ્ર અને રૂ.3 લાખ શેખ શબ્બીર બચુમિયાએ જમા કરાવ્યા હતા

ઊંઝા દૂધ વિતરણમાં નાણાકીય ઉચાપતમાં ટ્રાન્સપોર્ટ, કોન્ટ્રાકટર અને વિતરણ કરનારની મિલી ભગતના કારણે રૂ.40/- લાખનો ગોટોળો થયો છે. ઊંઝા ચીફ ઓફિસર પટેલ અલ્પેશભાઈના જણાવ્યા મુજબ ઊંઝા નગરજનોને દૂધ સાગરડેરીનું દૂધ વિતરણ કાર્યનો કોન્ટ્રાકટ ધરાવતો પટેલ ધર્મેન્દ્ર મણિલાલ અને દૂધ વિતરણ વ્યવસ્થા પાલીકાનો પટ્ટાવાળો શેખ શબ્બીરમીયા બચુમિયા સંભાળતો હતો, તેમણે દૂધ વિતરણની નાણાકીય આવક સંદર્ભે ઊચાપત કરતા દૂધ કમિટી ચેરમેન પટેલ પ્રિયંકાબેનને ગોટાળો લાગતા તપાસની કરી હતી જેમાં પ્રથમ અંદાજિત રૂ.10 લાખની ઉચાપત જણાઈ હતી.

જેમાં ટ્રાન્સપોર્ટર પટેલ ધર્મેન્દ્ર મણિલાલે આપેલ રૂ.10 લાખનો ચેક આપ્યા બાદ ખાતામાં બેલેન્સ અપૂરતું હોવાથી રૂ.7 લાખ પટેલ ધર્મેન્દ્ર મણિલાલ અને રૂ.3 લાખ શેખ શબ્બીર બચુમિયાએ રોકડા ઊંઝા નગરપાલિકામાં જમા કરાવ્યા હતા. નાણાકીય ઉચાપત સંદર્ભે પાલિકાએ એકાઉન્ટ ટિમ નિમિ હતી જેમાં તપાસ કરતાં દૂધ સાગર ડેરીમાંથી મળતા કમિશનની આવક રૂ.30 લાખ નીકળતા તેના પેટે ઊંઝા દૂધ સપ્લાય કોન્ટ્રાકટર પટેલ ધર્મેન્દ્રભાઈ મણિલાલે એક એક મહિના ફેરના રૂ.10 લાખની રકમના ત્રણ ચેક ઊંઝા નગરપાલિકામાં જમા કરાવ્યા છે. હજી આ પ્રકરણમાં વધુ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...