તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસમાં ભાંડો ફૂટ્યો:ઊંઝા પાલિકાના દૂધકેન્દ્રોના ઉચાપત કૌભાંડમાં તપાસ કમિટી આજે પાલિકાને અહેવાલ સોંપશે

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • એક વર્ષમાં રૂ.34 લાખ નફો અને બીજામાં રૂ. 9 લાખનું નુકસાન જોતાં તપાસમાં ભાંડો ફૂટ્યો
  • દૂધ સપ્લાયર, પાલિકાનો પટાવાળો અને હિસાબીકર્મીની મીલીભગતની શક્યતા

ઊંઝા નગરપાલિકા સંચાલિત દૂધ કેન્દ્રમાં ઉચાપત મામલે રચાયેલી 5 સભ્યોની તપાસ ટીમ સોમવારે તપાસ અહેવાલ રજૂ કરનાર હોઇ ઉત્તેજના છવાઇ છે. આ અહેવાલમાં કેટલી નાણાકીય ગેરરીતિ થઈ છે તેનો તારીખ વાર સાથે અહેવાલ આપશે, જેમાં કોની સંડોવણી હતી અને કુલ ઉચાપતનો આંકડો બહાર આવશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

પાલિકાનાં પ્રમુખ રીંકુબેન પટેલ અને દૂધ કમિટીનાં ચેરમેન પ્રિયંકાબેન પટેલે પાલિકા સંચાલિત 7 દૂધ કેન્દ્રો અને મહિલાઓ દ્વારા સંચાલિત 22 છૂટક દૂધ કેન્દ્રોના હિસાબો ચકાસતાં વર્ષ 2019/20માં રૂ.34 લાખનો નફો અને વર્ષ 2020/21માં રૂ. 9 લાખનું નુકસાન જોતાં હાથ ધરેલી તપાસમાં દૂધસાગર ડેરીનું દૂધ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ધરાવતા પટેલ ધર્મેન્દ્ર મણિલાલ મારફતે દૂધ લાવી નગરપાલિકાનો પટાવાળો શેખ શબ્બીરહુસેન બચુમીયાં દ્વારા વિતરણ કરાતી કામગીરી અને એના નાણાકીય હિસાબ રાખતા પટેલ વિનુભાઈ ઉર્ફે રુડાભાઈ એમ. પટેલ ત્રણેય શંકાના ઘેરામાં આવતાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરે તરત જ રૂ.10 લાખનો ચેક પાલિકાને હિસાબમાં બાકી નીકળતાં નાણાં પેટે આપ્યો હતો.

પણ બેંકનો બેલેન્સ અપૂરતું હોઇ ધર્મેન્દ્ર પટેલે 7 લાખ અને પટાવાળા શાબીરહુસેન શેખે રૂ. 3 લાખ પાલિકામાં જમા કરાવ્યા હતા.દરમિયાન, ચીફ ઓફિસર અલ્પેશ પટેલે ગત 7 જૂને ત્રણેયને નોટિસ પાઠવી પટાવાળાને સસ્પેન્ડ કર્યો હતો. જ્યારે ઇન્ટરનલ ઓડિટર પટેલ વિનુભાઈ ઉર્ફે રુડાભાઈએ નોટિસના લેખિત જવાબમાં જણાવ્યું કે, મેં નગરપાલિકા બોર્ડ તેમજ તત્કાલીન ચીફ ઓફિસર ગઢવીને દૂધ વિભાગમાં કામ કરતા શેખ શાબબીરહુસેન પાસે દૂધસાગર ડેરી દ્વારા અપાતું બિલ વારંવાર માંગવા છતાં અપાતું નથી, ઓડિટ માટે પણ કયારેય મૂક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...