તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઉનાવામાં આવેલી ઊંઝા નગરસેવકની ફેક્ટરીમાં મજૂરોની ટોળકીએ જ ખસખસ ચોરી કર્યાનું ખૂલ્યું

ઊંઝા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.3.20 લાખની 200 કિલો ખસખસ સાથે પાંચ તસ્કરો ઝડપાયા

ઉનાવા શનિદેવ મંદિરની બાજુમાં આવેલી ઊંઝાના નગરસેવક પટેલ દીક્ષિત ધનજીભાઈની જી.એલ. એગ્રો કોર્પોરેશન (પ્રેમદીપ ફેક્ટરી)માંથી 28 ઓગસ્ટની રાત્રે બીજા માળની બારીની ગ્રીલ કાપી રૂ.3.20 લાખની ખસખસની થયેલી ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે બે દિવસમાં ઉકેલી 5ને ઝડપી લીધા છે. જ્યારે એક શખ્સ હજુ ફરાર છે.

ઉનાવા પીએસઆઈ ભાવનાબેન ડાભાણી તેમજ હે.કો.નરેશભાઈ સહિતની 2 ટીમો ચોરી અંગે હાથ ધરેલી તપાસમાં આજ ફેક્ટરીમાં કામ કરતો મૂળ રાજસ્થાન નારોલીનો મજૂર ક્રિષ્ના સુજાણભાઈ ઠાકોર મુખ્ય સૂત્રધાર હોવાનું અને તેણે આજ ફેક્ટરીમાં પહેલાં કામ કરતા ઉનાવા અને જેતલવાસણાના શખ્સો સાથે મળી ચોરી કરી હોવાનું તેમજ ચોરેલ ખસખસની 5 બોરી ગામઠી હોટલની સામે અને એસ્સાર પેટ્રોલપંપની પાછળ દોઢ કિમી દૂર ઝાડીમાં સંતાડી હોવાની બાતમી મળી હતી.

જેને આધારે પોલીસે ફેક્ટરીના કર્મચારી ક્રિષ્ના ઠાકોર અને આકાશ ઠાકોરને ઝડપી પૂછપરછ કરતાં તેમણે ચોરીની કબૂલાત કરતાં પોલીસે 5 શખ્સોની અટકાયત કરી રૂ.3.20 લાખનો 200 કિલો ખસખસનો જથ્થો, કટર, દોરડું, આંકડો, 5 મોબાઈલ જપ્ત કર્યા હતા. જ્યારે ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

5ની અટક, 1 ફરાર
1. ઠાકોર ક્રિષ્ના સુજાણભાઈ (19) રહે.પ્રેમદીપ ફેકટરી 2. ઠાકોર અજય ઉર્ફે ચકો દીવાનજી (19) રહે.જેતલવાસણા 3. ઠાકોર શૈલેશજી વિઠ્ઠલજી (19) રહે.જેતલવાસણા4. ઠાકોર વિશાલજી ગાંડાજી (18) રહે.ઉનાવા 5. ઠાકોર આકાશ ઉર્ફે બબલ ભરતજી (19) રહે.ઉનાવા ફરાર આરોપી 6. ઠાકોર અનિલજી ચેલાજી (19) રહે. ઉનાવા

અન્ય સમાચારો પણ છે...