સરાહના:ઊંઝા APMCએ કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી કરી છે, ખેડૂતોના ઉત્કર્ષ માટે સતત કાર્યશીલ છે: વિજય રૂપાણી

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉદબોધન કર્યુ હતું. - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉદબોધન કર્યુ હતું.
  • ઊંઝા યાર્ડમાં કહોડા જિ.પં. સીટના ખેડૂતોને પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમ

ઊંઝા માર્કેટયાર્ડના ત્રિદિવસીય ખેડૂત પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમના રવિવારે બીજા દિવસે કહોડા જિલ્લા સીટના ખેડૂતોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સહાયના ચેક અપાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, APMC ઊંઝાએ કોરોનામાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને આજે ખેડૂતને જે સહાય ચેક આપી રહી છે એ પણ ઉત્કૃષ્ટ છે. ખેડૂતોના ઉત્કર્ષ માટે એપીએમસી સદાય તત્પર રહે છે તેમ કહી કામગીરીને બિરદાવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના મહાનુભાવો કુ. કૌશલ્યા કુંવરબા પરમાર, કે.સી.પટેલ, જશુભાઈ પટેલ, ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, કલેક્ટર ઉદિત અગ્રવાલ, એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીડીઓ ડો.ઓમપ્રકાશના હસ્તે ખેડૂતોને ચેક અર્પણ કરાયા હતા. ઉપરાંત જરૂરિયાત મંદને ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને ટ્રી ગાર્ડ અર્પણ કરાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ ઉદબોધનમાં જણાવ્યું કે, ભાજપ સરકારે 26 વર્ષથી 1995 થી 2021 સુધીમાં ગુજરાતમાં ખેડૂતનાં કૃષિ વીજદરમાં એક પૈસાનો વધારો કર્યો નથી. ખેડૂતોના રાતના ઉજાગર બંધ કરાવ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળે એપણ પ્રયત્ન ચાલુ છે. રૂટિનમાં 70 મેટ્રિક ટન ઓક્સિજન વપરાતો હોય તો બીજા વેવમાં 1200 મેટ્રિકટન રાજ્ય સરકારે લોકો ને આપ્યો. ઓક્સિજન ના કારણે એકપણ દર્દી મર્યા હોય એવું થવા દીધું નથી. 3જો વેવ આવે તો લડી લેવાની સંપૂર્ણ તૈયારી છે. માસિક રૂ.4000 કોરોનામાં નિરાધાર બનેલ બાળકને સહાયની યોજના અમલમાં મૂકાઇ છે.

અન્ય સમાચારો પણ છે...